Suicide/ મને હવે નોકરી નહીં મળે…’ કહી યુવતીએ કર્યું એવું કે, તમે જાણીને ચોકી જશો…

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે લોકોના ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી રહી છે. આવામાં લોકો આર્થિક સંકડામણના કારણે આપઘાત જેવું ગંભીર પગલું ભરતા થઇ ગયા છે.

Rajkot Gujarat
a 126 મને હવે નોકરી નહીં મળે…’ કહી યુવતીએ કર્યું એવું કે, તમે જાણીને ચોકી જશો...

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે લોકોના ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી રહી છે. આવામાં લોકો આર્થિક સંકડામણના કારણે આપઘાત જેવું ગંભીર પગલું ભરતા થઇ ગયા છે. ત્યારે આવામાં વધુ એક આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેસ્ટ તરીકે રહેતી પોરબંદરની વિદ્યાર્થિનીએ મને હવે નોકરી નહીં મળે તે પ્રકારની સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે છે.

મળતી માહિતી અનુસાર,રાજકોટમાં આર્થિક સંકળામણ ના કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી ગુંજન નામની યુવતીએ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમ છતાં કોરોના મહામારી ના કારણે તેને કોઈ પણ નોકરી ન મળતા આખરે તેને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર આવતા તેને ગળાફાંસો કહી આપઘાત કર્યો છે.

તેમને સુસાઇડ નોટમાં માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે, પોતે નોકરી માટે અલગ અલગ જગ્યાએ પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં નોકરી ન મળતા તે પોતાનું જીવન ટૂંકાવી રહી છે. ત્યારે સુસાઇડ નોટમાં મને હવે નોકરી નહીં મળે તેવું લખી તેને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…