પોરબંદર/ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આ પહેલ છે પ્રેરણાત્મક : વાંચો મૃતકોને કેવી રીતે કરાઈ આર્થિક સહાય

મૃતકોનાં પરિવારને આર્થિક સહાયથી અને હુફથી પરિવારનો અહેસાસ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.

Gujarat Others
પોરબંદર

પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં ઉપરાંત અન્ય કામોમાં કોરોના વોરીયર્સની મહત્વની ભૂમિકા રહેલ હતી ત્યારે કોરોના કાળમાં અનાજ વિતરણ સહિતની કામગીરીમાં શિક્ષકોએ મહત્વની જવાબદારી નિભાવી હતી. આ કામગીરી દરમ્યાન અનેક શિક્ષકો કોરોનાનાં ભરડામાં આવ્યાં હતાં. જેમાંથી પોરબંદર જીલામાં કોરોના પોઝિટિવ 5 જેટલા શિક્ષકોનું અવસાન થયું હતું. આથી આ નોધારા થયેલા પરિવારને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આર્થિક સહાય પૂરી પાડીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના વોરીયર્સની

કુદરત સામે માનવ લાચાર બની જતો હોય છે પરંતુ માણસ માણસનો સહારો જરૂર બની શકે છે. પોરબંદર પ્રાથમિક શિક્ષકો એક પરિવાર ભાવનાથી એક બીજાનાં સુખ દુઃખનાં સહભાગી બની ઉભા રહે તેવા આશયથી એક યોજના કાર્યરત કરી છે. જેમાં જિલ્લા શિક્ષક પરિવારનાં આ શિક્ષક પરિવારમાંથી કોઈ શિક્ષકનું અવસાન થાય એવા સમયે તેમનો પરિવાર કે બાળકો નોધારા ન બની જાય તેની કાળજી લેવાય છે. માણસની ખોટ તો કયારેય પુરી શકાય નહીં. પણ તેમના પરિવારને આર્થિક સહાયથી અને હુફથી પરિવારનો અહેસાસ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. તાજેતરમાં આવા શુભ આશયથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા “સાથી” યોજના શરૂ કરવામાં આવેલી. બીજાના દુઃખમાં સાથે ઊભા રહેવા અને પરિવારના સભ્ય તરીકે આ યોજનામાં આજની તારીખે જોડાયેલા ૬૯૮ કુલ સભ્યો જોડાયેલ છે. આ તમામ સભ્યો દ્વારા રૂપિયા 2500/- લેખે કુલ 1745000/- રકમ અને આ સમયગાળા દરમ્યાન જિલ્લા સંઘ ખાતામાં જમા થયેલ વ્યાજ રૂ.24205 મળી કુલ 1769205 ની રકમ 5 શિક્ષક પરીવાર માટે એકઠી કરાય જેમાથી તમામ સદગત શિક્ષક પરિવારોને 353841ની રકમના ચેક તા.29/06/2022 નાં રોજ બી.આર.સી.ભવન પોરબંદર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદેદારોનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ ૨૦૨૦માં ગુજરાત ટોપ એચીવર : મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન