Not Set/ ગોંડલ રામજી મંદિરનાં મહંત કોરોના પોઝિટિવ, ભકતોમાં ભારે ચિંતા

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો-ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને દિગ્ગજ રાજનેતા, અભિનેતા પણ આ કોરોનાની ઝપટમાંથી બચી શક્યા નથી.

Breaking News
asdq 9 ગોંડલ રામજી મંદિરનાં મહંત કોરોના પોઝિટિવ, ભકતોમાં ભારે ચિંતા

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો-ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને દિગ્ગજ રાજનેતા, અભિનેતા પણ આ કોરોનાની ઝપટમાંથી બચી શક્યા નથી. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગોંડલ રામજી મંદિરનાં મહંત શ્રી હરિચરણદાસજી બાપુ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જેને લઇને ભક્તોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ઉલ્લેેખનીય છે કે, આ પહેલા શ્રી રણછોડદાસજી બાપુનાં શિષ્ય અને ગોંડલ રામજી મંદિરનાં મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસબાપુને હેમોગ્લોબીન અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા તબીયત લથડી હતી. જો કે તબીબોની દેખરેખ હેઠળ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવતા તબીયતમાં ઝડપી સુધારો થયો હતો.