દેશભરમાં સડક દુર્ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને આ ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગુજરાતના સુરત જીલ્લાનો એક પરિવાર એક મોટી સડક દુર્ઘટનાનો શિકાર બન્યો છે.
આ પણ વાંચો :છેલ્લા આઠ વર્ષમાં થયેલી હત્યાના આંકડા જાહેર, સુરતમાં સૌથી વધુ હત્યા …
હકીકતમાં ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત છ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, બુધવાર વહેલી સવારે અયોધ્યા-લખનઉ હાઈવે પર નારાયણપુર ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા કિનારે ઊભેલા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને અ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૬ લોકોના મોત થયા છે. આ ઘટનામાં મૃતક પામેલા વ્યક્તિઓમાં પતિ પત્ની અને બે બાળકો પણ સામેલ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
આ ઘટના અંગે સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક પરિવાર ગુજરાતના સુરત જીલ્લાનો હતો અને તેઓ યુપીમાં એક લગ્નપ્રસંગમાં શામેલ થવા જઈ રહ્યા હતા, પરંતુ આ પહેલા જ તેઓને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો :ગુરુવારે રાજ્યના તમામ CNG પંપ ત્રણ કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
આ પણ વાંચો :આર્કિટેક્ટ એશો. પ્રમુખ કિરીટ પટેલની ધરપકડ, વુડાના મહિલા અધિકારીએ લગાવ્યા આરોપ
આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્રનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, જાણો કેમ કરી હત્યા
આ પણ વાંચો : પૂનમે હજારો માઈભકતોે ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરી ધન્ય બન્યા
