DGCAનો મોટો નિર્ણય/ બોંઇગ ઉડાડવા પર 90 પાયલોટ પર પ્રતિબંધ,ફરી ટ્રેનિંગ લેવાના નિર્દેશ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ બોઇંગ 737 MAX ઉડાડવાથી 90 પાઇલોટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

Top Stories India

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ બોઇંગ 737 MAX ઉડાડવાથી 90 પાઇલોટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પાઈલટોને DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે. ડીજીસીએના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે આ તમામ પાઈલટોને બોઈંગ ઉડાડતા પહેલા પુનઃ તાલીમ લેવી પડશે.

DGCA દ્વારા આ પગલું સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ વિશે જાણ્યા પછી લેવામાં આવ્યું છે. તેમણે આ 90 પાઇલટ્સની તાલીમ પ્રોફાઇલનું નિરીક્ષણ કર્યું હતું. ક્ષતિઓ પ્રકાશમાં આવ્યા પછી, તેમણે કહ્યું કે સમગ્ર પાયલોટ તાલીમ પણ તપાસ હેઠળ છે.

આટલી મોટી સંખ્યામાં પાઇલોટ્સને એરક્રાફ્ટ ઓપરેટ કરતા અટકાવ્યા બાદ એરલાઇન્સમાં ખળભળાટ મચી ગયો છે. ખરેખર, સ્પાઇસજેટ 11 બોઇંગ એરક્રાફ્ટનું સંચાલન કરે છે. આને ઉડાડવા માટે 144 પાયલોટની જરૂર પડે છે. જોકે, સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોઈંગ 737 મેક્સ પર 650 પ્રશિક્ષિત પાઈલટમાંથી 560 હજુ પણ ઉપલબ્ધ છે. તેથી તેના ઓપરેશનને વધુ અસર નહીં થાય.