સુરેન્દ્રનગર/ ગુંદીયાળા ગામના ખેડૂતે 12 એકર બંજર જમીનમાં 1400 કાગદી લીંબુના છોડ વાવી રૂ. 12 લાખની આવક મેળવી

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલના પાણી આવી જતા હવે ઓર્ગેનિક ખેતી સરળ બની છે. અને ગુજરાત જિલ્લાનો ખેડૂત વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યો છે

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદીયાળા ગામના ખેડૂતે કાગદી લીંબુનું વાવેતર કરી બમણી આવકનો નફો મેળવી અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે. જેમાં ઝાલાવાડના ઓર્ગેનિક લીંબુની મહેક દિલ્હી સુધી પહોંચી છે અને ગુંદીયાળા ગામના ખેડૂતે 12 એકર બંજર જમીનમાં 1400 કાગદી લીંબુના છોડ વાવી રૂ. 12 લાખની આવક મેળવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદીયાળા ગામના રમેશભાઈ લાભુભાઈ નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં અત્યાર સુધી પરંપરાગતરીતે કપાસનું વાવેતર કરતા હતા. હવે રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના ભરપુર ઉપયોગ સાથેની આજની ખેતીના જમાનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદિયાળા ગામના ખેડૂત રમેશભાઈ દ્વારા આેર્ગેનીક ખેતીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં એમણે 10થી 12 એકર જમીનમાં સંપૂર્ણ આેર્ગેનીક પધ્ધતિ દ્વારા 1400 જેટલા લીંબુના છોડની ખેતી કરવામાં આવી છે.

જેમાં આ સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત રમેશભાઇ જાતે બનાવેલા આંકડો અને લીંબોળી જેવા પ્રાકૃતિક જંતુનાશકોનો જ ઉપયોગ કરે છે. તેમજ કોઈપણ પ્રકારની અન્ય જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. 10 એકર જમીનમાં 1400 જેટલા લીંબુના થડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીંબુની ખરીદી માટે આ સરકાર તરફથી આશરે દોઢ લાખ રૂપિયાની સહાય પણ મળી હતી. અને આ લીંબુ વાવ્યા બાદ કોરોના કાળમાં આ લીંબુ દિલ્હી જતા હતા. જેનો બજારભાવ 2500 રૂપિયા મણનો ભાવ મળતો હતો. જ્યારે અત્યારે 500 રૂપિયા પ્રતિમણ જેવો ભાવ મળી રહે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદીયાળા ગામના ખેડૂતે કાગદી લીંબુનું વાવેતર કરી બમણી આવકનો નફો મેળવી અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે. જેમાં આ ખેડૂત વાર્ષિક રૂ. 10થી 12 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. ગુંદીયાળા ગામના ખેડૂતે 12 એકર બંજર જમીનમાં 1400 કાગદી લીંબુના છોડ વાવી રૂ. 12 લાખની આવક મેળવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલના પાણી આવી જતા હવે ઓર્ગેનિક ખેતી સરળ બની છે. અને ગુજરાત જિલ્લાનો ખેડૂત વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યો છે. આમ સંપુર્ણ આેર્ગેનીક પધ્ધતિથી ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે ઝાલાવાડના ઓર્ગેનિક લીંબુની મહેક હવે છેંક દિલ્હી સુધી પહોંચી ચુકી છે. અને ગુંદિયાળા ગામના રમેશભાઈ દ્વારા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરાઇ છે.

આ અંગે ઝાલાવાડના સાહસિક ખેડૂત રમેશભાઇ જણાવે છે કે, પહેલા હું કપાસનું વાવેતર કરતો હતો હવે 10 એકરમાં લીંબુનું વાવેતર કર્યું છે. જેમાં પ્રમાણમાં ખર્ચો ઓછો આવે છે. અત્યારે 20 બાય 20ના અંતરે 1400 લીંબુના થડનું વાવેતર કર્યું છે. બીટી કપાસ કરતા બાગાયત ખેતીમાં આંતરખેડનો ખર્ચો ઓછો થાય છે. પહેલા અમારે સૂકી ખેતી હતી. હવે કેનાલનું પાણી આવતા નર્મદાના નીરથી ખેતી કરીએ છીએ.