સાવલી તાલુકાના પીલોલ ગામે બે પ્રેમી પંખીડાઓએ ગામની સીમમાં લીમડાના ઝાડ પર લટકીને દોરડા વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પી.એમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : કોરોના કેસોમાં વધારાને પગલે અમદાવાદમાં ગુરુવારથી જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ બંધ
મળતી માહિતી અનુસાર, સાવલી તાલુકાના પીલોલ ગામની સીમમાં લીમડાના ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈ બે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવી લીધું હતું બનાવના પગલે ભારે ચર્ચા જાગી હતી અને લોકના ટોળા ઉમટી પડ્યા હતા બનાવના પગલે સાવલી પોલીસને જાણ કરાતા સાવલી પોલીસના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મૃતકોની બાજુમાં ઝેરી દવાની બોટલ પડેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. આમ બંને પ્રેમી પંખીડાઓએ પ્રથમ ઝેરી દવા ગટગટાવી ત્યારબાદ ફાંસો ખાધો હોય એવું તેવું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે સાથે સાથે બન્નેની ઓળખ કરાતાં મૃતક કેતન કનુભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે ૩૫ રહે.પીલોલ બ્રાહ્મણ ફળિયું તાલુકો સાવલી તેમજ મનિષાબેન પરમાર ઉંમર વર્ષ 22 રહે ઈંટોલી ગામ જરોદ પાસે જીલ્લો વડોદરા હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં રોષ
પીલોલ પંથકમાં પ્રેમી પંખીડાઓએ અકાળે જીવન લીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને લોકમુખે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે મરનાર પ્રેમીપંખીડાઓ સાથે જીવી ન શકતા હોવાના કારણે સાથે મરવાનું પસંદ કર્યું છે જ્યારે બીજી બાજુ સાવલી પોલીસે બન્ને મૃતદેહોનો કબજો લઇ સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે હાલ સાવલી પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ભાવનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી વગરની મિલકતોને કરી સીલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
