- સુરતમાં એક ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી આગ
- બાઇક ચાર્જ માં હતી તે દરમ્યાન લાગી આગ
- આગ લાગ્યા બાદ બાઇક માં થયો બ્લાસ્ટ
- સદનદીબે કોઈ જાનહાનિ નહીં
- લોકો એ જાતે જ આગ ઓલવી
સુરતમાં ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. સુરતમાં એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિગ દરમિયાન આ ઘટના બની હતી. આગ લાગ્યા પછી બાઈકમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. સદનદીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહીં. સ્થાનીક લોકોએ જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો :કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…
ઇ બાઇકમાં આગની આ ઘટના પછી ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા ચાલકોમાં થોડો ગભરાહટ જોવા મળી રહ્યો છે. પણ જો યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો આ પ્રકારની ઘટના અને અકસ્માતથી બચી શકાય છે. પણ જોખમ દરેક વાહનોમાં રહ્યું છે એ બાબત સાચી પડી છે. કારણ કે સુરતના ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 24 પાસે એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જોકે આ આગ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ વાહનના ચાર્જિંગ દરમ્યાન આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોએ ચાર્જિંગની સ્વીચ બંધ કરવા પણ કહેતા હોવાનું વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે. આસપાસના લોકો દ્વારા પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે તે પહેલાં બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી.
આપને જણાવી દઈએ કે, બ્લાસ્ટ એટલા માટે થયો હતો કે, તેમાં બેટરી હતી અને તેણે આગ પકડતા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે લોકો થોડી વાર માટે તો ડરી જ ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાઈનીઝ કંપનીનું હતું. મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાતમાંથી આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આ ઘટના બાદ સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે. જે લોકો નવું ખરીદવાનું વિચારી રહ્યા છે કે પછી જેમની પાસે છે. એવા લોકોમાં પણ આ વાતને લઈને ચિંતાઓ સામે આવી છે. વળી કેટલીક ઈલેક્ટ્રિક ટુવ્હીલર કંપની પાસેથી જ્યારે ઈ બાઈક ખરીદવામાં આવે તો તેમાં ઈન્સ્યોરન્સ આપવામાં આવતો નથી. જેથી આ રીતે વાહન સળગે તો નુકસાન વેઠવાનો જ વારો આવી શકે છે.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1646 કેસ નોંધાયા,જયારે 20 દર્દીના મોત થયા
આ પણ વાંચો :ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા
આ પણ વાંચો : સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં નવીન બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો
આ પણ વાંચો : આ વ્યક્તિ ઉપર પર ટ્રક ચલાવો, 5 લાખ આપીશ’, સોપારી લેવાને બદલે પીડિતાને જાણ કરી કહ્યું…
