ગુજરાત/ આટકોટ નજીક બોલેરો પીકઅપ પલ્ટી ખાતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું

પ્રીનો કેટરર્સનો સ્ટાફ સુરેન્દ્રનગરના ગેડીયા ગામે સપ્તાહ હોવાથી ત્યાં તેઓએ કેટરર્સનું કામ રાખ્યુ હોવાથી ત્યાં બોલેરો પિકઅપ વાહનમાં જતો હતો.

Gujarat

રાજયમાં દિવસે ને દિવસે અકસ્માતના  કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે ત્યારે  વધુ એક અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે જેમાં આટકોટના સાથણી ગામ નજીક ગઇકાલ મોડી રાત્રિના સમયે બોલેરો પિકઅપ વાહન પલ્ટી મારી જતાં ધારીના કેટરર્સ સ્ટાફના 20 લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું સારવારમાં મોત નીપજતું છે .

આ પણ વાંચો :Entertainment / કેટરિના કૈફ અને અંકિતા લોખંડે પછી હવે આ અભિનેત્રી કરવા જઈ રહી છે લગ્ન

મળતી માહિતી અનુસાર આટકોટ નજીક આવેલ સાથાણી ગામ પાસે મોડી રાત્રિનાં બોલેરો પીકઅપ વાહન પલ્ટી મારી જતાં તેમાં બેસેલા 20 લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓ તમામને સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવારમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો ;છોટાઉદેપુર /  રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, ઇલેક્શનમાં મોડલ-અભિનેત્રીની થઈ એન્ટ્રી

બનાવની જાણ આટકોટ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રીનો કેટરર્સનો સ્ટાફ સુરેન્દ્રનગરના ગેડીયા ગામે સપ્તાહ હોવાથી ત્યાં તેઓએ કેટરર્સનું કામ રાખ્યુ હોવાથી ત્યાં બોલેરો પિકઅપ વાહનમાં જતો હતો.  આટકોટ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતાં બોલેરો પલ્ટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં બેઠેલા 20 લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.