રાજય માં આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે . આજે રાજકોટ માં વહેલી સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.
આ પણ વાંચો :આ નેતાઓને મંત્રી બનાવવા માટે આવવા લાગ્યા ફોન
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા. મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કલ્પાંત ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો :ડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
ઉલ્લેખનીય છે કે આજથી 2 વર્ષે પૂર્વે આ જ રીતે જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલી રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે PSIની તાલીમ લઇ રહેલ મૂળ નડીયાદનાં વતની એવા યુવાનનું પણ મહાનગર પાલિકા સંચાલીત સ્વીમીંગ પૂલમાં તરવાની તાલીમ દરમ્યાન ડૂબી જવાથી મોત થયું હતું.ઘણીવાર આવા અન્ર્ક કિસ્સાઓ બનતા હોય છે .
