વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘેર જઇને ગળે ફાસો ખાઈ જીવન જીવન ટૂંકાવી લેતા યુવતીના પરિવારે સ્થાનિક પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
અંદાજિત એક વર્ષ અગાઉ અમદાવાદના ખાતે આવેલ રિવર ફ્રન્ટ પર આયેશા નામની યુવતીએ પોતાનો વિડીયો શૂટ કરીને આત્મહત્યા કરી આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી હતી અને સમગ્ર મામલે પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી ત્યારે આયેશાના આપઘાતની શાઇન હજુ ભુસાઈ નથી ત્યાં રિવરફ્રન્ટ પર વધુ એક યુવતીએ આપઘાત કરતા પહેલા વિડીયો રેકોર્ડ કર્યો હોવાની ઘટના સામેઆવી છે.બે દિવસ પહેલા વડોદરાની તાંદલજામાં રહેતી નફીસા ખોખર નામની યુવતીએ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ત્યારે નફીસાનાં પરિવારજનો એ આક્ષેપ કર્યા હતા કે અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથેના પ્રેમ પ્રકરણમાં નફીસાએ આપઘાત કર્યો છે નફીસાએ અગાઉ અમદાવાદ જઈને બે વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ નૂરજહાં પાર્કમાં રહેતી 25 વર્ષીય નફીસાના આપઘાત બાદ તેના પરિવારજનો એ જે.પી પોલીસ મથકમાં અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી નફીસાએ અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરતા પહેલાં કેટલાક વિડીયો શૂટ પણ કર્યા હતા જે વિડિયોમાં તે નફીસા કહી રહી છે કે મેરી કીતની બુરી હાલત કરદી ન ઘરની ના ઘાટ કી રહી ચાર દિનો સે મેં ભટક રહી હું મેને તો પુલીસકો ભી નહી બતાયા મેં ક્યા કરુ વીડિયો નફીસા વધુ માં જાણવી રહી છે કે રમીઝ તુને મેરે સાથ બહોત બુરા કીયા. શાદી કા બોલકે પટાતે રહે. આયે નહી. યે તો ગલત હે. ના યાર એસા નહી કરના ચાહીયે. જીંદગીમે મેને તુમ્હે સબસે જ્યાદા પ્યાર કીયા. તુમને યે કીયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોકા કીયા. તુમ સબકે જેસે હી હો. ઇસ દુનિયાકો પતા ચલ જાનેકે બાદભી તુમને મેરા હાથ નહી પકડા.
આ પણ વાંચો : ‘આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારું અભિમાન તૂટી જશે’, ઉદ્ધવ વિરુદ્ધ કંગનાનો વીડિયો વાયરલ
