Not Set/ Update/ સુરત રઘુવીર ટેક્ષટાઇલ માર્કેટમાં ભીષણ આગને પગલે બિલ્ડીંગની સ્ટેબિલિટી પર સવાલો, બિલ્ડીંગ પડવાની શક્યતા  

સુરતના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રઘુવીર સિલિયમ ટેક્ષટાઇલ માર્કેટમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. આગ 14 માળમાં લાગી ગઈ […]

Gujarat Surat

સુરતના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રઘુવીર સિલિયમ ટેક્ષટાઇલ માર્કેટમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. આગ 14 માળમાં લાગી ગઈ છે.એક જગ્યાએથી આગ કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગે છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે.

ભીષણ આગની ઘટના માં સમગ્ર બિલ્ડીંગ આગમાં હોમાઈ ગઈ છે. 60 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે હોવા છતાં આગ પર કાબુ મેળવ્યો હાથી. 12 કલાક કરતા વધુ સમય વીતવા છતાં આગ પર કાબુ મેળવાયો નથી, ત્યારે તંત્ર દ્વારા NDRF ની 20 જવાન સાથેની ટુકડી સ્ટેન્ડ ટૂ કરાઈ દેવાઈ છે. ભીષણ આગ ને પગલે બિલ્ડીંગની સ્ટેબિલિટી પર સવાલો ઉઠયા છે અને ક્યાંક કદાચ બિલ્ડીંગ પડે તેવી ઘટના બને તેવી શક્યતા ને પગલે NDRF ની એક ટીમને સ્ટેન્ડ ટૂ કરી રખાઈ છે.ઘટના ને પગલે વિપક્ષ નેતાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.અને સુરત ક્યાં સુધી આવી રીતે આગમાં હોમાતા રહેશે તેની પાછળ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.