અકસ્માત/ BRTS બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત, પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

અખબારના ફેરિયા તરીકે કામ કરતા આ વ્યક્તિને રસ્તો ક્રોસ કરતી વેળાએ BRTS એ ટક્કર મારી હતી. જ્યાં ઘટનાસ્થળે જ એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું.

Ahmedabad Gujarat

અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી. BRTS બસે એક્ટિવાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા. અને ન્યાયની માંગણી સાથે ઘટનાસ્થળે ધરણાં પર બેસી ગયા હતા. જો કે પોલીસની સમજાવટ બાદ પરિવારજનો સ્થળ પરથી હટ્યા હતા. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મામલામાં પોલીસે BRTS બસના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાદમાં મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતકની ડેડબોડીને લઇ જવા સ્વીકારી હતી. હાલમાં ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. મૃતકના પરિવારજનોએ BRTS હાય-હાયના નારા લગાવ્યા. મૃતકના પરિવારજનો રોડ પર જ ચાર રસ્તાની વચ્ચે બેસી ગયા છે.

આ પણ વાંચો :અમદાવાદ બન્યું ફરી શર્મશાર, સગીરા ઉપર ગેંગરેપની ઘટનાની નોંધાઈ પોલીસ ફરિયાદ

આ ગંભીર અકસ્માતમાં ડ્રાઇવરની અટકાયત કરાઇ છે. અખબારના ફેરિયા તરીકે કામ કરતા જલુભાઇ દેસાઇ નામના વ્યક્તિને રસ્તો ક્રોસ કરતી વેળાએ BRTS એ ટક્કર મારી હતી. જ્યાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારમાં બે બાળકો છે. આજે સવારે તેઓ છાપા નાંખીને આવતા હતાં એ જ સમયે BRTS એ ટક્કર મારી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા જ તેઓનો પરિવાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો :આધુનિક ઓજારો હોવા છતાં ખેડૂતો પરંપરાગત રીતે વાવણી કરી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માત અને હિટ એન્ડ રન જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં જ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે, આજકાલના નવયુવાનો બેફામ થઇને પુરઝડપે કાર હંકારતા હોય છે ત્યારે આવી હિટ એન્ડ રનની ઘટના ઘટતી હોય છે. છતાં પણ હજુ આવાં લોકોને કડકમાં કડક સજા થાય તેવો કાયદો લાવવામાં આવે તો કદાચ બની શકે કે આવાં અકસ્માતોને નિવારી શકાય.

આ પણ વાંચો :  એસટી કર્મચારીઓની ઘટના કારણે એસટી નિગમનો ટ્રાફિક ઓછો થયો