અમદાવાદ/ SG હાઇવે પર ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત

ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

Ahmedabad Gujarat
SG હાઇવે
  • અમદાવાદના SG હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું
  • ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત
  • વહેલી સવારે અકસ્માતની ઘટના બની

અમદાવાના SG હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની SG હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે  વિદ્યાર્થીનીનું ડમ્પરની ટક્કરે  મોત થયું હતું. હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થીની બચી શકી ન હતી.

આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જો ડમ્પર બ્રિજની ઉપર સાઈડમાં ઉભુ હતું તો શા કારણે ઉભુ હતું, એ તપાસનો વિષય છે.

આ પણ વાંચો:ભાવનગરના સિહોરમાં લગ્ન પ્રસંગમાં છાશ પીવાથી 200 લોકોને ફૂડ પોઈઝન

આ પણ વાંચો: ગુજરાતમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રેાલનું વેચાણ બંધ કરાયું,જાણો વિગત

આ પણ વાંચો: ધરતી પર એલિયનનો ગોળો પડવાનો સિલસિલો યથાવત, હવે આ શહેરમાં પડ્યો અવકાશી પદાર્થ