સાથી હાથ બઢાના / અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતની વ્હારે : આજે ફ્લોરિડાથી અમદાવાદ એરપોર્ટ મદદની પહેલી ખેપ આવશે

કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે સરકાર માત્ર પગલાં ભરે તે ચાલે તેમ નથી. એવામાં વિશ્વભરની સમાજસેવી સંસ્થાઓ  પીડિતો માટે પોતાનો હાથ લંબાવી રહી છે. આ જ શ્રેણીમાં ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ  ટીમ ગુજરાતની વ્હારે આવી છે.

Umiya Mataji Temple Chicago Celebrates Holi | News India Times

આજે પ્રથમ ખેચ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે

વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલશે. અમેરિકાથી પ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર (oxygen crises) ભરેલું એરકાર્ગો આજે 5 મેના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે. આમ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગુજરાત સરકારને કોરોના સંકટમાં સહયોગ કરશે. 100 કોન્સ્ટ્રેટરની પ્રથમ ખેપ ફ્લોરિડાથી ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. ત્યારે આજે પ્રથમ ખેચ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતા અને ટ્રસ્ટીઓમાં રહેલી વતન પ્રત્યેની ભાવના તેમને આ મદદ કરવા પ્રેરણાદાયી બની છે.

Shree Umiya Dham Chicago Midwest Celebrates Shree Umiya Mataji Garba and Jyoti Rath Reception - NRInews24x7

ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ

સૌપ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક આવશે. અમેરિકન સરકારની ગાઈડલાઈન મુજબ દર સોમવારે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત આવશે. જોકે, અમેરિકામાં પણ કોન્સ્ટ્રેટરની અછત હોવાથી દર સોમવારે 100-100 કોન્સ્ટ્રેટર આવશે. આમ, રાજ્યના વિવિધ શહેરોમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર ડિસ્ટ્રીબ્યુટ કરાશે.ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી આવનાર 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery