વર્ષોથી ચૂંટણી આવે અને કોંગ્રેસમાં ભંગાણ સર્જાય છે. અને હવે વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરવા જઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાંતિજના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમનાભાજપમાં જવહી સાબરકાંઠા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગશે. આજ રોજ સોમવારે વહેલી સવારે મહેન્દ્રસિંહ બારૈયાએ શામળાજીના દર્શન કર્યા હતા. અને ભાજપમાં જોડાતા પહેલા શામળિયાના આશીર્વાદ લીધા હતા. મંદિરના વાઇસ ચેરમેને ખેસ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું. અને આજ રોજ કમલમ ખાતે જઈ કેસરિયો ધારણ કરશે.
અત્રે નોધનીય છે કે સાબરકાંઠામાં વિધાનસભાની ચાર બેઠક છે. હાલમાં ત્રણ બેઠક ભાજપ પાસે છે. જ્યારે એક બેઠક જે કોંગ્રેસ પાસે હતી તેના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ કેસરિયા કરી ચૂક્યા છે. આમ જીલ્લામાં હવે ચારેય બેઠક ભાજપ હસ્તક છે.
