દાહોદ જિલ્લો નશાના કારોબાર માટેનું એપી સેન્ટર બન્યું હોય તેમ નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. ત્યારે દાહોદના સુખસર નજીક ચાર ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. સુખસર નજીક કાળીયા ગામથી ચાર જેટલાં ખેતરોમાંથી 500થી 600 જેટલા અફીણના છોડનું વાવેતર ASP અને SOG એ બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ જિલ્લામાંથી 51 લાખથી વધુનો અફીણનો જથ્થો ટ્રકમાંથી ઝડપાયો હતો.
- દાહોદ જિલ્લો બન્યો નશાનું એપી સેન્ટર
- સુખસર નજીક અફીણનું વાવેતર ઝડપાયું
- ખેતરોમાંથી 500થી વધુ અફીણના છોડ ઝડપાયા
- પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ સુખસર નજીક ચાર ખેતરોમાંથી અફીણ નું વાવેતર ઝડપાયું છે. રમસુભાઈ મછાર, દિનેશભાઇ મછાર, રાજુભાઇ મછાર, અને સુરતનભાઈ મછાર ના ખેતરોમથી અફીનના છોડ મળી આવ્યા હતા. ચાર જેટલાં ખેતરોમાંથી 500 થી 600 જેટલા અફીણના છોડનું વાવેતર ASP અને SOG એ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યું હતું. દાહોદ જીલ્લો બન્યો નશાના કારોબાર માટેનું એપી સેન્ટર બનતો જઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ 51 લાખથી વધુનો અફીણનો જથ્થો ટ્રકમાથી ઝડપાયો હતો.
Ukraine Crisis/ યુક્રેન તબાહીના 9 દિવસ, બરબાદીની નિશાનીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, કિવમાં છેલ્લી લડાઈની તૈયારીઓ
ભરૂચ/ ભારતીય ચલણી નોટો અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાસ
