બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા થઇ રહેલા અસંખ્ય પ્રયાસો છતાં બળવાખોરોના હુમલા સતત ચાલુ છે. પાકિસ્તાની સેનાના અત્યાચારથી ત્રસ્ત, ત્યાંના લોકો હથિયારોથી પાકિસ્તાની વડાને લલકાર કરી રહ્યા છે. શનિવારે મોડી રાત્રે બલોચ બળવાખોરોએ પાકિસ્તાની સૈન્ય ચોકી પર હુમલો કરીને સાત સૈનિકોને માર્યા હતા. જે પછી, પોતાની નિષ્ફળતાઓને છુપાવી રહેલા ઇમરાન ખાને પોતાની નિષ્ફળતાનો ઠીકરૂ ભારત પર ફોડ્યું અને હુમલા પાછળ ભારતનો હાથ હોવાનું કહી દીધું છે.

Political / ખેડૂતોના નામ પર કવિતા લખી વીર તુમ બઢે ચલો.. અને રાહુલ પહોંચ્…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે બલુચિસ્તાનના હરનાઈ ખાતે ફ્રન્ટિયર કોરની શારિગ ચોકી પરના હુમલામાં તેના સાત જવાન શહીદ થયા છે. ત્યારબાદ સ્થાનિક લોકોથી બદલો માંગતી પાકિસ્તાની સેનાએ આખા ક્ષેત્રમાં જોરદાર અભિયાન શરૂ કર્યું છે. આવી કામગીરી દ્વારા પાકિસ્તાની સેના અહીં સામાન્ય લોકોના ઘરમાં ઘુસીને ના ફક્ત અભદ્રતા કરે છે, પરંતુ વિરોધ કરવા પર લોકોને આતંકવાદી ગણાવીને ગોળી મારે છે.

Farmer protest / સરકાર કૃષિ કાયદાઓને રદ કરે, ખેડૂતો વચ્ચે પહોંચ્યા કેજરીવાલ, …
પોતાની અસફળતાનું ઠીકરૂ ભારત પર ફોડ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હુમલાના 10 કલાક બાદ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનું જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘મોડી રાત્રે ફ્રન્ટીયર કોર્પ્સ પોસ્ટ પર થયેલા આતંકી હુમલામાં 7 જવાનોની શહાદત સાંભળી ને દુ:ખ થયું છે. મારી સંવેદનાઓ અને પ્રાર્થના તેમના પરિવાર માટે છે. આપણું રાષ્ટ્ર આપણા હિંમતવાન સૈનિકો સાથે ઊભું છે જેમને ભારત સમર્થિત આતંકવાદીઓના હુમલાનો સામનો કરવો પડે છે.’ થોડા મહિના પહેલા જ બલોચ બળવાખોરોએ પાંચગુર જિલ્લામાં સૈન્યના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે સેનાના કર્નલ સહિત 8 અન્ય ઘાયલ થયા હતા.

National / PMC બેંક મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની પત્નીને EDનું સમન્…
આ ઉપરાંત પણ પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, મે પછી બલુચિસ્તાનમાં સૈન્યના કાફલા પર આ ત્રીજો હુમલો હતો. આ બળવાખોરો હવે કરાચી સહિતના પાકિસ્તાનના અન્ય ભાગોમાં પણ તેમના હુમલાઓ વધારી રહ્યા છે. બલુચિસ્તાનના લોકોએ હંમેશાથી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો છે. ઘણીવાર બલુચિસ્તાન લિબરેશન આર્મીના સશસ્ત્ર બળવાખોરો પર પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2018માં સંગઠન પર કરાચીમાં ચીની કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પણ આરોપ મૂકાયો હતો. એવા પણ આરોપો છે કે પાકિસ્તાને બલોચ નેતાઓની સલાહ લીધા વિના સીપીઇસી સંબંધિત નિર્ણય લીધો હતો.
cm rupani / કોરોના કાળમાં પણ ગતિશીલ સરકાર : આ વર્ષે પણ મુખ્યમંત્રી રૂપાણ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
