Not Set/ ઉડ્ડયન ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત : ભાવનગર એરપોર્ટ થી સીધી દિલ્હી, મુંબઈ અને સુરત હવાઈ સેવાનો આજ થી પ્રારંભ

આવતીકાલે તા.21 ઓગસ્ટ થી ભાવનગર થી સુરત વચ્ચે સપ્તાહમાં ત્રણ સેવાનો ભાવનગરના લોકોને લાભ મળશે. જે અંગે એરપોર્ટ ખાતે વર્ચુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હી થી ઉડ્યાન મંત્રી જ્યોતિન્દ્ર સિંધીયા દ્વારા ઓનલાઇન લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ વર્ચુઅલ જોડાયા હતા.

Top Stories Gujarat

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉડે દેશ કા આમ આદમી ઉડાન યોજના અંતર્ગત દેશમાં અનેક હવાઈ સેવામા વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર ખાતે આજ થી દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાનો પ્રારંભ કરાયો હતો. ભાવનગર થી દિલ્હી સુધી સપ્તાહમાં પાંચ દિવસ સ્પઇસ જેટ એરવેજ દ્વારા સીધી ફ્લાઇટ ઉપાડશે. અને આવતીકાલે તા.21 ઓગસ્ટ થી ભાવનગર થી સુરત વચ્ચે સપ્તાહમાં ત્રણ સેવાનો ભાવનગરના લોકોને લાભ મળશે. જે અંગે એરપોર્ટ ખાતે વર્ચુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હી થી ઉડ્યાન મંત્રી જ્યોતિન્દ્ર સિંધીયા દ્વારા ઓનલાઇન લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ વર્ચુઅલ જોડાયા હતા.

ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાં સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવામાં આવતા હોય તેવું અલંગ ભાવનગરમાં આવેલો છે. ભારત સરકારની નવી વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. આ સાથે જ જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે.

કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે ત્યારે આ કનેક્ટીવીટી વધતાં વધુને વધુ લોકો સરળતાથી ભાવનગર અને ભાવનગરના લોકો વિશ્વ સાથે જોડાઇ શકશે. અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગરને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

સાંસદ ભારતીબેન શિયાળે ભાવનગરની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. હવે આ સેવાથી ભાવનગરના વિકાસના દ્વારા ખૂલી જશે. ભાવનગર એક સાંસ્કૃતિક નગરી છે. ત્યારે ભાવનગરના લોકોને વિશ્વ સાથે કે દેશના ભાગો સાથે જોડાવાં માટે અમદાવાદ જવું પડતું હતું. હવે અહીંથી જ કનેક્ટીવીટી મળતાં લોકોની સગવડતામાં વૃધ્ધિ થઇ છે. આ ફ્લાઇટનો ફાયદો માત્ર ભાવનગરને જ નહી પણ સૌરાષ્ટ્રના અનેક શહેરને થશે.

ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે. એરપોર્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, સાંસદ ભરતીબેમ શિયાળ, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશુભાઇ નાકરાણી, આર.સી.મકવાણા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન નાયબ સચિવ ઉષા પાઢી, મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ તથા ભાવનગર વાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાવનગર થી દિલ્હી સુધીની હવાઈ સેવાનો પ્રારંભ થતા દિલ્હી થી આવેલા પ્રથમ વિમાનમાં 28 મુસાફરો ભાવનગર આવ્યા હતા. જયારે ભાવનગર થી મુંબઈ સુધી 29 મુસાફરો ગયા, મુંબઈ થી ભાવનગર સુધી આવેલી ફ્લાઇટમાં 23 મુસાફરો આવ્યા અને ભાવનગર થી દિલ્હી જે વિમાન ગયું તેમાં 22 મુસાફરોએ મુસાફરી કરી પ્રથમ સેવાનો લાભ લીધો હતો.