રાજકીય / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટતા : હાલના ધારાસભ્યોને બદલવાની વાત નથી

રાજ્યમાં 182 માંથી 112 બેઠકો ભાજપા પાસે છે. 70 બેઠકો માટે અમારે નવા ચહેરાઓ શોધવા પડશે. 112 માંથી થોડા ઘણા રિટાયર્ડ થશે. એ પ્રમાણે કદાચ 100 નવા ચહેરા આવશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં નવા ચહેરા મુદ્દે સ્પષ્ટતા કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 માંથી 112 બેઠકો ભાજપા પાસે છે. 70 બેઠકો માટે અમારે નવા ચહેરાઓ શોધવા પડશે. 112 માંથી થોડા ઘણા રિટાયર્ડ થશે. એ પ્રમાણે કદાચ 100 નવા ચહેરા આવશે. પરંતુ પાર્ટીમાં જે લોકો છે હમણા તેમને બદલવાની કોઇ વાત નથી. કાર્યકરોને જણાવ્યું હતું કે આ નવા ચહેરાઓ આવવાની શકયતા છે તેમાં જો તમે પુરી તાકાતથી તમારા વિસ્તારમાં મહેનત કરશો અને પ્રજા જો તમને સ્વિકારશે તો ચોક્કસ પણે તમારી પસંદગી થવાની શકયતા છે.

112 ધારાસભ્યો માંથી કેટલાક થશે રિટાયર્ડ: પાટીલ

70 બેઠકો માટે શોધવા પડશે નવા ચહેરા: પાટીલ

ઉલ્લેખનીય છે કે અગાઉ હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ-પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેમની તાકાતને કારણે ભાજપ પેટાચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી એ દર્શાવે છે કે ભાજપનો એક-એક કાર્યકર ચૂંટણી જિતાડવા સક્ષમ છે અને હાલમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીતનું શ્રેય પણ પાર્ટીના દરેક કાર્યકરના શિરે જાય છે. દરેક કાર્યકર ચૂંટણીમાં ટિકિટ માગી શકે છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટિકિટ આપવી કે નહિ એ ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે, એ પણ સર્વે કરી જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે એવા નવા ચહેરાને તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે, તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં જોતરાઈ જાય. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના નવા નિવેદનથી ભાજપમાં ખળભાળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખે આખીય સરકાર બદલીને ભાજપે પહેલા જ રાજ્યની જનતા અને નેતાઓને ચોંકાવી દીધા છે.

ડ્રગ્સ કેસ / આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે,કોર્ટે જામીન પર ઓર્ડર અનામત રાખ્યો છે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment