Gujarat/ ગુજરાતનાં લાંચિયા અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આજ રોજ રાજ્યમાં ગાંધીધામ અને  પાલનપુર ખાતેથી બે લાંચિયા અધિકારીઓએ ઝડપાયા છે. એક cgst વિભાગના ઈન્સ્પેકટર છે તો અન્ય લેબર કમિશ્નર જેવો હોદ્દો શોભાવે છે.

Gujarat Others

વર્ષે દિવસે લાખો રૂપિયાનો પગાર પાડતા સરકારી કર્મચારીઓ નાના-નાના કામો માટે જનતા પાસેથી લાંચ લેતા અચકતા નથી. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં  અવાર નવાર આવા લાંચિયા અધિકારીઓએ ACB ના હાથે ઝડપાઇ રહ્યા છે. આજ રોજ રાજ્યમાં ગાંધીધામ અને  પાલનપુર ખાતેથી બે લાંચિયા અધિકારીઓએ ઝડપાયા છે. એક cgst વિભાગના ઈન્સ્પેકટર છે તો અન્ય લેબર કમિશ્નર જેવો હોદ્દો શોભાવે છે. પરંતુ હરકતો લાંચિયા અધિકારીની કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામની સેન્ટ્રલ જીએસટી ઓફીસમાં સિક્યોરિટી કંપનીનું સરનામુ બદલવા જેવી સામાન્ય કામગીરી માટે 10 હજારની લાંચ માંગનાર લાંચિયા બાબુને એસીબીએ આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના એક નાગરિકને સિક્યોરિટી કંપનીમાં ઓફિસનું સરનામુ બદલાવવા જીએસટી ઓફિસમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કાર્યવાહી કરાવવાની હતી. સરનામુ વેરિફાઈ કરવા માટે અરજદાર આવતા અને વિઝિટ દરમિયાન વહીવટી પ્રક્રિયામાં ખોટી હેરાનગતિ ન થાય તેમ જણાવી 10 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવતા અરજદારે એસીબીના ટોલફ્રી નંબર 1064નો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ તાત્કાલિક સફળ છટકું ગોઠવ્યું હતું. રૃપિયા 10 હજારની લાંચ સ્વીકારના સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેક્ટર શિવકેશ રામસહાય મીનાને આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચ માંગવા સબબ પકડેલા આરોપી એવા જીએસટી ઈન્સ્પેક્ટર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર 

તો જ્યારે અન્ય એક ઘટનામાં પાલનપુરમાં આસિસ્ટન્ટ લેબર કમિશ્નર લાંચ લેતા ઝડપાયા હતા. આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અશોક મોદી 20 હજારની લાંચ લેતા રંગે હાથ એસીબી એ ઝડપયા હતા. લેબર લાઇસન્સ કાઢી આપવા માટે કમિશ્નરએ લાંચ માંગી હતી. જિલ્લા સેવા સદન ઓફિસમાં લાંચ લેતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર રંગે હાથ ઝડપાયા હતા.

Ukraine Crisis / નો ફ્લાય ઝોનના મુદ્દે નાટો યુક્રેનની માંગ કેમ નથી સ્વીકારી રહ્યું?

Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?

Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!

ભ્રષ્ટતંત્ર / AMCમાં કૌભાંડ કરો અને છૂટી જાવ : ‘બેશરમ’ સિલસિલો