આપણા દેશમાં COVID-19 પ્રતિબંધો હળવા થવા સાથે, બી-ટાઉન સેલેબ્સ પાર્ટી કરતા અને એકબીજા સાથે ભેગા થતા જોવા મળે છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનનો જન્મદિવસ ગઈકાલે રાત્રે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સ્ટાઇલિશ અંદાજમાં હાજર રહ્યા હતા. જેમાં આર્યન, શનાયા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર જેવા સ્ટાર્સના નામ સામેલ છે. આ દરમિયાન શ્વેતાની માતા જયા બચ્ચન પણ જોવા મળી હતી.
આર્યન ખાને આ ભવ્ય પાર્ટીમાં હાજરી આપવા માટે હિપ વ્હાઇટ ગ્રાફિક ટી પહેરી હતી. જેમાં તે એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રા તેના સ્માર્ટ અને સિમ્પલ વ્હાઇટ ટી-શર્ટમાં હેન્ડસમ લાગતો હતો. આ દરમિયાન કરણ જોહર સફેદ-બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં ચંકી પાંડેની પત્ની ભાવના પણ જોવા મળી હતી જે ખૂબ જ સુંદર દેખાતી હતી. જુઓ તસવીરો-
https://www.instagram.com/p/CbL2ahSvRPY/?utm_source=ig_web_copy_link
બર્થડે ગર્લ શ્વેતા બચ્ચન-નંદાની વાત કરીએ તો, જ્યાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરી લાઈમલાઈટથી દૂર રહેવાની કોશિશ કરે છે પરંતુ તે હંમેશા લાઈમલાઈટ જોવા મલે છે. તે એકદમ પ્રતિભાશાળી અને સ્માર્ટ છે અને કટારલેખક છે. સોશિયલ મીડિયા પર તેણીની મોટી ફેન ફોલોઇંગ છે અને તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેની દિનચર્યાની ઝલક શેર કરે છે.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની બદરુદ્દીનની માંગ પર CM હિમંતા બિસ્વાનો પાલટવાર, જાણો શું કહ્યું
આ પણ વાંચો : રંગ લગાવવાના ચક્કરમાં પતિ ઉપર પડી અંકિત લોખંડે, લગ્ન બાદ રોમેન્ટિક હોળી
આ પણ વાંચો :ચિરંજીવીની ‘ગોડફાધર’થી સાઉથમાં ડેબ્યૂ કરશે સલમાન ખાન, આવો હશે ફિલ્મમાં રોલ
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીની માતા સુનંદા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર, બિઝનેસમેને લગાવ્યો આ આરોપ
