Not Set/ સૌની યોજના દ્વારા રાજકોટ ના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજયભાઈએ સૂચના આપી છે.

Gujarat Rajkot

રાજકોટ શહેરને નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજયભાઈ દ્વારા સુચન કરાયું છે . જેથીં હવે રાજકોટ વાસીઓએ પાણી ની  સમસ્યા  હવે ઉભી નહિ થાય . રંગીલા રાજકોટને પાણી પૂરું પાડવા મુખ્યમંત્રીએ મહત્વનો  નિર્ણય લેવામાં આવ્યો હતો .

મુખ્યમંત્રીના આદેશ થી જ આજે સવાર થી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.  સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચી જશે તેવું જાણવા મળી રહ્યું છે .