જો તમને કાર્યક્ષેત્ર અથવા વ્યવસાયમાં તમારી બધી મહેનત અને પ્રયત્નો લગાવ્યા પછી પણ સફળતા ન મળી રહી હોય, અથવા સહકર્મીઓ સાથે અણબનાવ, અધિકારીઓ સાથે વિવાદની સ્થિતિ છે, તો આવી સ્થિતિમાં સાવચેત રહો. કેટલાક સરળ વાસ્તુ ઉપાયો છે જેને અપનાવીને કરિયરમાં આવતા અવરોધોને દૂર કરી શકાય છે. આવો જાણીએ તેમના વિશે.
કાર્ય અથવા વ્યવસાયમાં પ્રગતિનો સંબંધ સૂર્ય ભગવાન સાથે માનવામાં આવે છે. આનાથી તમારો સૂર્ય બળવાન બનશે અને નોકરીમાં આવતા તમામ અવરોધો દૂર થશે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તાંબાના વાસણમાં રોલી અને લાલ ફૂલ મૂકો અને દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરો, પરંતુ ધ્યાન રાખો કે પગ પર પાણીનો છંટકાવ ન કરવો જોઈએ. ગુરુવારે ચણાનો લોટ, ચણાની દાળ અને પીળા રંગના કપડાનું દાન કરો. રવિવારે મસૂરનું દાન કરો. કામ પર જતા પહેલા કપાળ પર હળદરનો ચાંદલો લગાવો.
નોકરીમાં સ્થિરતા માટે વરિયાળીનું દાન કરો. ઓફિસમાં કામ કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. પીપળના ઝાડ નીચે સતત ત્રણ શનિવાર તેલનો દીવો પ્રગટાવો. રવિવારે ભગવાન સૂર્યને તાંબાના વાસણમાંથી જળ અર્પણ કરો. પાણીમાં અક્ષત, કાળા તલ અને લાલ ફૂલ ચઢાવો.
કરિયરમાં ઉન્નતિ માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળે વધુ લીલા રંગના કપડાંનો ઉપયોગ કરો. ગાયને દરરોજ લીલો ચારો અથવા ગોળ, ઘી અને ચણા ખવડાવો. દરરોજ હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રનો જાપ કરો. ઘરના તમામ સભ્યોએ જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ. તેનાથી પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થાય છે. કાર્યસ્થળની સમસ્યાઓ દૂર થાય.
happy new year / કોરોનાના કહેર વચ્ચે ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત, સિડની હાર્બરમાં જબરદસ્ત આતશબાજી
National / વર્ષના અંતિમ દિવસે કોંગ્રેસે તેના કટ્ટર હરીફ ભાજપના નેતાઓને આપ્યા ‘એવોર્ડ’, જાણો કોને શું મળ્યું…
World / અફઘાનિસ્તાન છોડ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીનો પહેલો ઈન્ટરવ્યુ, કહ્યું..
National / પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની બહેન અંજુ સેહવાગ આમ આદમી પાર્ટીમાં જોડાઈ
