Election/ CM મમતા બેનરજીએ નંદીગ્રામ બેઠક માટે ઉમેદવારી નોંધાવી, એ પહેલા આ ખાસ કામ કર્યું

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે હલ્દિયામાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પહેલા તેમણે એક ખાસ કામ કર્યું હતું.મુખ્યમંત્રી મમતા બેનર્જી એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ થી વિધાનસભા ચૂંટણી

Top Stories

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે હલ્દિયામાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પહેલા તેમણે એક ખાસ કામ કર્યું હતું.મુખ્યમંત્રી મમતા બેનર્જી એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. હલ્દિયામાં નામાંકન દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામ મારા માટે નવું નથી. મેં હંમેશા નંદીગ્રામ આંદોલન માટે સાથ આપ્યો.

કેરળ / કોંગ્રેસમાં કોહરામ, હાઈકમાન્ડનું અભેદ્ય મૌન, પીસી ચાકોએ સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

મમતા એ ઉમેદવારીપત્ર ભર્યા બાદ સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે મારી ઈચ્છા હતી કે નંદીગ્રામ કે સિંગુરથી ચૂંટણી લડું. નંદીગ્રામ એ જગ્યા છે જ્યાંથી આંદોલન શરૂ થયું. નંદીગ્રામનો એક સંગ્રામ પણ છે. હું સ્ટ્રીટ ફાઈટર હતી, સ્ટ્રીટ ફાઈટર છું અને સ્ટ્રીટ ફાઈટર રહીશ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ બધાને હું પ્રેમ કરું છું. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ આવતી કાલે એટલે કે 11 માર્ચે પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પાડશે. હલ્દિયામાં ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે રોડ શો કર્યો.

મહારાષ્ટ્ર પોલીસ / ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ વિરુદ્ધ સાંસદ મોહન ડેલકરના મોત મામલે એફઆઈઆર નોંધાઈ

આ ઉપરાંત તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલા એક ખાસ કામ કર્યું હતું.મમતા બેનર્જી  એ હલ્દિયામાં નંદીગ્રામ  માટે ઉમેદવારી નોંધાવી તે પહેલા શિવ મંદિરમાં પૂજા પણ કરી. અત્રે જણાવવાનું કે બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે તૃણમૂલ કોંગ્રેસ માટે સ્લોગન છે બાંગ્લા નિજેર મેકેઈ ચાઈ એટલે કે બંગાળ પોતાની પુત્રી ઈચ્છે છે. આ બાજુ હવે ભાજપ પણ નંદીગ્રામમાં આક્રમક બન્યો છે અને મમતા બેનર્જીની મુલાકાત પહેલા કેટલાક પોસ્ટર લગાવ્યા. જેમાં લખ્યું છે કે નંદીગ્રામ મિદનાપુર ભૂમિપુત્ર કે ચાઈ, બોહિરગોટો કે નોઈ એટલે કે નંદીગ્રામ-મિદનાપુર ભૂમિપુત્ર ઈચ્છે છે, બહારના કોઈ નહીં. અત્રે જણાવવાનું કે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પરંપરાગત સીટ ભવાનીપુર છોડીને નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બાજુ ટીએમસી છોડીને ભાજપમાં આવેલા શુવેન્દુ અધિકારી ભાજપની ટિકિટ પર નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…