કોરોનાનો નવો પ્રકાર બ્રિટનની સાથે આખા વિશ્વને ડરાવી રહ્યો છે. ત્યારે ગ્રેટ બ્રિટનથી કોઈપણ પ્રવાસી ભારત આવે તો તેમના માટે એક નવી જ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં પ્રવાસી પોઝિટિવ નીકળે તો અલગ સ્થળે આઈસોલેટ કરવાનું ફરજિયાત રહેશે.
- UKથી આવતા પ્રવાસીઓ માટે કરાશે પાલન
- જો પોઝિટિવ જણાશે તો આઇસોલેશન ફરજિયાત
- નવા સ્ટ્રેનથી પોઝિટિવ હોય તો અલગથી આઈસોલેશન
કેન્દ્ર સરકારે યુકેથી આવતા પ્રવાસીઓ માટે નવી જ ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાનો નવા પ્રકારનો વાયરસ સમગ્ર યુકેમાં ફેલાઈ ચૂક્યો હોવાની જાણકારી બાદ આમ પણ કેન્દ્ર સરકારે 31મી ડિસેમ્બર સુધી યુકે સાથેનો હવાઈ વ્યવહાર કાપી નાખ્યો છે. તેમ છતાં આગળના સમય માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. આ ગાઈડલાઈનમાં છેલ્લાં 1 માસ દરમિયાન યુકેથી દેશમાં આવેલાં તમામ નાગરિકોનો ડેટા સોંપવાની ઈમિગ્રેશન વિભાગને પણ સૂચના અપાઈ છે. 21થી 23મી ડિસેમ્બર સુધી જે જે પ્રવાસી યુકેથી આવ્યાં છે તેમાંથી જેટલાં પોઝિટિવ આવ્યાં છે તેની આગળ અને પાછળની સાઈડમાં બેસવાવાળા મુસાફરોનો પણ ટેસ્ટ કરાશે. આ ઉપરાંત જે-તે ફ્લાઈટના કેબિન ક્રૂનો પણ ટેસ્ટ કરવામાં આવશે.
- યુકેથી આવતા પ્રવાસીના બે વાર ટેસ્ટ થશે
- પહેલીવાર પોઝિટિવ તો પછી જીન બેઝ્ડ ટેસ્ટ
- નવા પ્રકારથી સંક્રામિત છે કે નહીં તે તપાસાશે
- જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યાં તેમના પર પણ નજર
- 28 દિવસ સુધી રખાશે નજર
કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં તમામ રાજ્ય સરકારો, ઈમિગ્રેશન વિભાગ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, રાજ્યના આરોગ્ય અધિકારીને એલર્ટ કર્યાં છે. ખાસ તો યુકેથી આવેલાં પ્રવાસીનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમનો બાદમાં જીન બેઝ્ડ ટેસ્ટ કરવા પણ આદેશ કરાયો છે. આ ઉપરાંત જો કોઈ પોઝિટિવ આવે તો તેઓ નવા પ્રકારના વાયરસથી સંક્રામિત છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે. આ ઉપરાંત જે પ્રવાસીના ટેસ્ટ નેગેટિવ આવે અથવા તો પોઝિટિવ પ્રવાસીના સહપ્રવાસીના ટેસ્ટ નેગેટિવ આવે તેમના સ્વાસ્થ્યની પણ આગામી 28 દિવસ સુધી ભાળ રાખવાની સૂચના અપાઈ છે. જો તેમનામાં પણ કોઈ લક્ષણ દેખાય તો તેમને તત્કાલ આઈસોલેટ કરી ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. ડિસેમ્બરના મધ્યથી ગ્રેટ બ્રિટનમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હોવાના અહેવાલ આવી રહ્યાં છે ત્યારે આશા રાખીએ કે આ ગાઈડલાઈન બહુ મોડી સાબિત ન થાય.
PARTY / પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓ…
Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……
Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……
Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …
Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
