આક્ષેપબાજી / અમારી પ્રજા લક્ષી કામગીરી કોંગ્રેસ જોતી નથી, અને મનઘડત આક્ષેપો કરે છે : નીતિન પટેલ

ગુજરાત રાજ્ય કોરોના વાઇરસના અજગરી ભરડામાં સપડાયું છે ત્યારે રાજ્યના કોંગ્રેસના નેતાઓ સરકારની સારી કામગીરી ઉપર જ આક્ષેપ બાજી કરી રહ્યાનો નીતિન પટેલે કોંગ્રેસ ઉપર આક્ષેપ મુક્યા છે. તેમને એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશ કોરોના સામે લડત આપી રહ્યો છે. રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ સમગ્ર તંત્ર કામે લાવ્યું છે. ત્યારે આપડે આ કામ ને પ્રોત્સાહન આપવું જોઈએ.

પરંતુ કોંગ્રેસ ના મોઢવાડીયા અને શક્તિસિંહ સરકાર સામે મન ફાવે તેવા આક્ષેપ કરી રહ્યા છે. મોઢવાડીયા ના આક્ષેપો પર ધ્યાન આપવા જેવું નથી કારણ કે રાજ્ય સરકાર કોરોના દર્દીની સારવારની કામગીરીમાં બીજા રાજ્યો કરતા આપડે ખૂબ આગળ છીએ

સમગ્ર દેશ માં વેકશીન મફત આપવાનું ચાલુ છે. કોંગ્રેસ ની સરકાર હોય તેવા રાજ્યોમાં પણ કોરોના રસી મફત અપાઈ રહી છે.

રાજ્ય માં 80 લાખ 17 હજાર 741 લોકો કોરોનાની રસી અપવામા આવી છે. બધા રાજ્યો કરતા આપડે સફળતા પૂર્વક કામગીરી કરી છે. રજાના દિવસે પણ આરોગ્ય કર્મચારીઓ એ કામગીરી આગળ વધારી છે. ત્યારે અમારી પ્રજા લક્ષી કામગીરી કોંગ્રેસ જોતી નથી..અને મનઘડત આક્ષેપો કરે છે. બજેટ સત્રમાં પણ આરોગ્ય વિભાગ ઉપર ચર્ચા માં કોરોનાની કામગીરી સરકાર ની હોસ્પિટલ ની કામગીરી, ટેસ્ટીંગ ની કામગીરી પર વિધાનસભામાં ચર્ચા થઈ છે. આ બધું કોંગ્રેસ ના ધ્યાન માં નથી આવતું.  આજે કોઈ કારણ વિના કેમ આક્ષેપ કર્યા એ નથી સમજાતું.

લોકો ની રોજગારી ને ધ્યાન માં રાખી  છે. દિવળી, હોળી, જેવા તહેવારો પર વસ્તી ભેગી ના થાય તે બધું સરકારે કર્યું છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે, કે બધું સદનતર બંધ થઈ જાય અને રીક્ષા વાળા, કારીગર વર્ગ, મજૂર વર્ગ ના ધંધા બંધ થઈ જાય ??

લોકો સમય પસાર કરવા, લોકો રાતે ભેગા થતા હોય છે. અને કોરોના ને ધ્યાન માં રાખી રાત્રી કરફ્યુ અમલ માં મુક્યો છે. હાઇકોર્ટ ના નિર્દેશોને ધ્યાનમાં લઇ નિર્ણય કર્યો છે. મેં  વિધાનસભા પછી વડોદરાની મુલાકાત લીધી હતી. કાલે હું અને મુખ્યમંત્રી સુરત ગયા હતા.  અમે સતત રીવ્યુ કરીયે છીએ. કલેકટર, અધિકારીઓ સાથે રોજ ચર્ચા કરી સમીક્ષા કરીયે છીએ.

70 ટકા ઓક્સિજન માટે ઉત્પાદન કંપની ઓ ને કહી દેવામાં આવ્યું છે. રેમડેસીવીર નો જથથો મંગાવી લીધો છે. કોંગ્રેસ ગુજરાત ની વાત કરે  છે. પણ કોંગ્રેસના રાજ્યો મહારાષ્ટ્રમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ટેસ્ટ કરવામાં પણ આપડે પાછી પાની નથી કરી. કોંગ્રેસ આ વાતો ધ્યાનમાં લીધા વિના વાતો કરે છે.

આજે અમદાવાદમાં નવી  કિડની હોસ્પિટલમાં 500 જેટલી પથારીની વ્યવસ્થા કરી છે. ઓક્સિજન ની વ્યવસ્થા પણ ત્યાં છે. ત્યાં કોરોના ના દર્દી ને દાખલ કરવાની કામગીરી માટે સૂચના આપી છે. પ્રાથમિક લક્ષણ ધરાવતા દર્દી ઓ ને પણ દાખલ કરવા માટે પણ સૂચના આપી છે.

અત્યારે વધેલી દર્દી ઓ ની સંખ્યા ને લઈ તમામ પ્રકાર ની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. કોઈ હોસ્પિટલમાં કિંમત કરતા વધારે દર દર્દી પાસે થી લેતા હોય તો અમને નામ આપવા જોઈએ. કોંગ્રેસ નેતા કહે છે કે ભાજપ ના પ્રમુખ સુપર સ્પ્રેડર  છે. તો… કોંગ્રેસ ના ધારાસભ્યો ને કેવી રીતે ચેપ લાગ્યો? એમના આક્ષેપો યોગ્ય નથી. ચૂંટણી જ્યાં હતી ત્યાં કોંગ્રેસ ના નેતા ઓ પણ લોકો ને લઈ ને ફર્યા છે. એ નથી દેખાતું અને ભાજપ પર આક્ષેપો કરે છે.

કોંગ્રેસ ના નેતા ઓ પ્રજા ને ડરાવવા ની કોશિશ કરે છે. પ્રજા માં ભય ઉભો થાય તેવું કઈ કહેવું જોઈએ નહીં. પોલીસ લૂંટે છે.  તેવું કોંગ્રેસ કહે છે. પણ હાઇકોર્ટ નો હુકમ છે 1000 રૂ દંડ નો માસ્ક લેવો. અમે ખાનગી નિષ્ણાત ડોકટરો નો અભિપ્રાય મેળવીએ છીએ. નામદાર કોર્ટે અમારી કામગીરી ની નોંધ લીધી છે. ત્યારે કોંગ્રેસ ના આગેવાનો પ્રજા ને બીવડાવવા નૂ કામ  કરે છે હું એને વખોડું છું.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery