તાંડવ વેબ સિરીઝને લઇને વિવાદ વધુ વકર્યો છે. વેબ સિરીઝ તાંડવને લઇને એમેઝોનનાં અધિકારીઓને માહિતી અને પ્રસારણ મંત્રાલયનું તેંડુ આવ્યુ છે. વેબ સિરીઝમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઇ હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. આ મામલે હવે સૈફ અલી ખાનનાં ઘરે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. વેબ સિરીઝમાં અમુક સીનનાં ભાગમાં બોલાયેલા શબ્દોને લઇને સૈફ અલી ખાન અને અલી અબ્બાસ ઝફર સામે FIR નોંધાઇ છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી સીરીઝ તાંડવ અંગે એમેઝોન પ્રાઈમ પાસેથી જવાબ માંગ્યો છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રવિવારે ભાજપ નેતા રામ કદમે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સરકારે આ પગલું ભર્યું છે. ભાજપનાં સાંસદ મનોજ કોટકે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ઓટીટીનાં નિયમનની માંગ કરી છે. તેઓ કહે છે કે, તે અશ્લીલતા, હિંસા, નશો, અપશબ્દો અને દ્વેષથી ભરેલું છે અને કેટલીકવાર તે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
રામ કદમે ફિલ્મ ક્રિએટર્સ, અભિનેતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. કદમ કહે છે કે, સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા અભિનિત આ વેબ સિરીઝે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે અને દર વખતે આવું થાય છે. રામ કદમે એવા દ્રશ્યો તરફ ધ્યાન દોર્યું જેમાં ભગવાન શિવની મજાક ઉડાવવામાં આવે છે. અને માંગણી કરી કે, તેઓને દૂર કરવામાં આવે. આ વેબ સિરીઝમાં કામ કરતા મોહમ્મદ જીશાન અયૂબે માફી માંગી છે. તેમણે માહિતી અને પ્રસારણ પ્રધાનને એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવી ઓટીટી કન્ટેન્ટની સમીક્ષા માટે સેન્સર બોર્ડ સ્થાપવાની માંગ કરી છે.
શનિવારે ભાજપનાં સાંસદ મનોજ કોટકે જાવડેકરને પત્ર લખ્યો હતો. કોટક કહે છે કે આ અશ્લીલતા, હિંસા, ડ્રગ્સ, અપશબ્દો અને નફરતથી ભરેલું છે અને કેટલીક વાર તે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. રામ કદમે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું આ વેબ સિરીઝનાં ક્રિએટર્સ, કલાકારો અને ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે ઘાટકોપર પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું.. આમા હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવેલ છે અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવેલ છે.
Political / ચિરાગ પાસવાનને મોટો ઝટકો, લગભગ બે ડઝન નેતાઓએ LJP થી છેડો ફાડ…
Bollywood / BJP એ પણ ‘તાંડવ’ સામે ઉઠાવ્યો અવાજ, રામ કદમે નોં…
Bollywood / મોટી જાહેરાત કરવા જઇ રહ્યો છે કરણ જોહર, સોશિયલ મીડિયા પર આ પ…
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…