Entertainment News: થલાપતિ વિજય (Thalapathy Vijay)ના અંગત જીવનમાં ઉથલપાથલ મચી ગઇ છે અને એ પૂરી થવાનું નામ નથી લઇ રહી! એની પત્ની સંગીતા સોરનાલિંગમ છૂટાછેડાની અરજી (Sangeeta Sooranalingam Divorce Petition) કોર્ટમાં દાખલ કરી ચૂકી છે પરંતુ, હવે તેણે એક નવી અરજી કોર્ટમાં દાખલ કરીને સાસરામાં રહેવાનો અધિકાર માંગ્યો છે. 51 વર્ષીય સંગીતાએ આ નવી અરજી કરીને રહેવાની સુરક્ષા અને પૈસાની મદદ માગી છે.
થલાપતિ વિજય (Thalapathy Vijay)ની પત્નીએ કરી નવી અરજી
એનો દાવો એવો છે કે, “એની પાસે રહેવા માટે કોઈ અન્ય ઘર (Home) નથી”… અને આ અરજી એવા સમયે આવી છે કે, જ્યારે એક્ટરમાંથી રાજનેતા બનેલા વિજય થલાપતિ અભિનેત્રી તૃષા કૃષ્ણન્ (Trisha Krishnan) સાથે કથિત અફેર (Affair)ના કારણે ચર્ચામાં છે! હાલમાં જ વિજય અને તૃષાને એક લગ્ન સમારંભમાં સાથે મહાલતા જોવા મળ્યાં હતા. પત્ની સંગીતાએ તલાકની અરજીમાં વિજય પર બેવફાઇ કરવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે!
TVK પ્રમુખ થલાપતિ વિજય આજકાલ એક તરફ વિધાનસભા ચૂંટણીઓ (Elections)ની તૈયારીઓમાં વ્યસ્ત છે અને એની અંગત જીંદગીમાં જે વિવાદ થઇ રહ્યો છે એના પર વિરોધ પક્ષ પોતાનો રોટલો શેકી રહ્યાં છે.
એક્ટરની પત્ની સંગીતા સોરનાલિંગમ યૂનાઇટેડ કિંગડમ (UK)ની નાગરિક છે. કોર્ટમાં આપેલી નવી અરજીમાં એનું કહેવું છે કે, ભારતમાં એનું પોતાનું ઘર નથી. આ સંજોગોમાં, એ પાતાના સાસરામાં રહેવા અથવા બીજું ઘર મેળવવાની હકદાર છે. પિટીશનમાં યોગ્ય અને વ્યાજબી પરમેનન્ટ એલમનીના પેમેન્ટની પણ માગણી કરવામાં આવી છે.

પત્નીનો દાવો-વિજયે આપી હતી કાયદાકીય કાર્યવાહી અંગે ચેતવણી
સંગીતાએ આરોપ લગાવ્યો છે કે, વિજયે એને કોર્ટમાં જવા અંગે ચેતવણી (Warning) આપી હતી. અરજી અનુસાર, વિજયે સ્પષ્ટ કરી દીધું હતુ કે જો તે કાયદાકીય રીતે છૂટાછેડા માટે કોર્ટના પગથિયા ચડશે તો એને સાસરામાં રહેવાની પરમિશન નહિં મળે! આથી જ સંગીતાએ કોર્ટ પાસેથી વચગાળાની રાહત (Interim Relief) માંગી છે, જેથી એ નિર્ધારિત થઇ શકે કે કાનૂની કાર્યવાહી (Legal Procedure) દરમિયાન એને રહેવાની જગ્યા મળી રહે.
‘જ્યાં સુધી સ્ટેટસના હિસાબે ઘર નહિં ત્યાં સુધી સાસરામાં રહેવા દો’
સંગીતાએ કોર્ટમાં એવી અપીલ કરી છે કે, “જ્યાં સુધી વિજય પોતાના સ્ટેટસના હિસાબે અન્ય ઘર ન આપે ત્યાં સુધી એને પોતાના સાસરામાં રહેવા દેવામાં આવે!” પિટીશનમાં કહેવામાં આવ્યું છે કે, “હાલ ભારતમાં એનું પોતાનું ઘર નથી, આથી એને રહેવાની જગ્યા આપવાથી મનાઇ કરવાથી કેસ પેન્ડિંગ રહેવા સુધી એની પાસે રહેવા માટે અન્ય કોઈ જગ્યા નહિં બચે”…રહેવાના અધિકારો ઉપરાંત, અરજીમાં, ચાલી રહેલી લીગલ કાર્યવાહીના ભાગરુપે ‘યોગ્ય અને વ્યાજબી પરમેનન્ટ એલિમની ના પેમેન્ટ’ ની રિક્વેસ્ટ પણ સામેલ છે.

સંગીતાએ વિજય પાસેથી માંગ્યુ 250 કરોડ રુપિયાનું ભરણપોષણ
વીતેલા દિવસોમાં એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિજય સાથે લગ્નના 27 વર્ષો પછી છૂટાછેડા લઇ રહેલી સંગીતાએ 250 કરોડ રુપિયાનું ભરણપોષણ (Alimony) માંગ્યુ છે. જો કે, એની સત્તાવાર પુષ્ટિ થઇ નથી!
સંગીતાએ પતિ વિજય પર એક અભિનેત્રી સાથે ગેરકાયદેસર સંબંધો ઉપરાંત અન્ય અનેક આરોપ લગાવ્યા છે. રિપોર્ટ અનુસાર, એણે 250 કરોડની એલિમની ઉપરાંત, દર મહિને ઉચિત ખર્ચ અર્થાત્ જીવનનિર્વાહ ભથ્થું પણ માંગ્યુ છે.
લગ્નના રિસેપ્શનમાં એકસાથે નજરે પડ્યા વિજય અને તૃષા
આ અરજી એવા સમયે સામે આવી છે જ્યારે વિજય અને અભિનેત્રી તૃષા કૃષ્ણન એક વેડિંગ રિસેપ્શનમાં એકસાથે સામેલ થયા હતા. આ રિસેપ્શન ફિલ્મ પ્રોડ્યુસર કલ્પના સુરેશ અને મીનાક્ષીના પુત્રનું હતુ. આ અહેવાલ પ્રમાણે, વિજય અને તૃષા એક જ કારમાં પ્રસંગના સ્થળે પહોંચ્યા હતા અને એમને આ ઈવેન્ટમાંથી એકસાથે બહાર નીકળતા પણ સ્પોટ કરવામાં આવ્યા હતા.

થલાપતિ વિજયથી છૂટાછેડા શા માટે ઇચ્છે છે સંગીતા સોરનાલિંગમ?
થલાપતિ વિજય અને સંગીતા સોરનાલિંગમે વર્ષ 1998 માં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. ત્યાર બાદ, 25 ઓગષ્ટ 1999 માં બંનેએ ધાર્મિક રીત-રિવાજોથી લગ્ન કર્યા હતા. આ યુગલને એક દીકરો અને એક દીકરી છે જેના નામ જેસન સંજય અને દિવ્યા સાશા છે! સંગીતાએ લગ્ન (Marriage)ના લગભગ 27 વર્ષ વીતી ગયા બાદ, વિજયથી છૂટાછેડા લેવાની પિટીશન ફાઇલ કરી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિજય એક ફીમેલ એક્ટ્રેસની સાથે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપમાં હતા. સંગીતાને વર્ષ 2021 માં આ કથિત રિલેશનશિપ વિશે ખબર પડી હતી.

છૂટાછેડાની અરજીમાં વિજય પર પત્નીએ આક્ષેપો લગાવ્યા
આ અરજીમાં સંગીતાએ વિજય પર બેવફાઇના સંગીન આરોપો લગાવ્યા છે. એણે એમ પણ કહ્યું છે કે, વિશ્વાસ આપવા છતાંયે વિજયે એ અભિનેત્રી સાથે પોતાનો સંબંધ તોડ્યો ન હતો! એવો પણ આરોપ છે કે એક્ટરે સંગીતાને પોતાની સોશિયલ અને પ્રોફેશનલ લાઇફથી પણ દૂર કરવાનું શરુ કરી દીધું હતુ. એવું પણ કહેવાય છે કે, વિજય વિદેશ ગયા અને એ એક્ટ્રેસ સાથે પબ્લિક ઈવેન્ટમાં પણ સામેલ થયા. સંગીતાનું કહેવુ છે કે, એ એક્ટ્રેસે વિજય સાથે સોશિયલ મીડિયા પર ફોટા શૅર કર્યા જેથી એની અને એના બાળકોની માનહાનિ પણ થઇ છે.
સંગીતાએ સ્પેશ્યલ મેરેજ એક્ટ, 1954 ના પ્રોવિઝન અંતર્ગત, એડલ્ટરી અને ક્રુઅલ્ટી (Adultery and Cruelty)ના આધારે છૂટાછેડાની અરજી કરી છે. એણે એવો તર્ક આપ્યો છે કે, એના પતિના કથિત વ્યવહાર અને એનાથી થયેલા વિવાદોના કારણે એને ઘણી જ માનસિક હેરાનગતિ થઇ છે.
આ પણ વાંચો: હોળીએ તમે ચાહીને પણ વર્ષ 1981 ના આ ગીતને નહિં ભૂલી શકો…અમિતાભ બચ્ચન, જયા અને રેખાનું સદાબહાર સોન્ગ…!
આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!
આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!
