ગુજરાતમાં કોરોના કરતા કોરોનાનો ભય વધુ ઘાતક બની રહ્યો છે. એક પછી એક લોકો જ્યાં કોરોના સંક્રમણથી મરી રહ્યા છે. તો બીજી બાજુ તેના ભયથી આપઘાત કરી રહ્યા છે. ત્યારે આવામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના એક યુવકે પણ કોરોનાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર, દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો :આદિવાસી વિસ્તારમાં ફેલાયો કોરોના, ઓક્સિજન માટે લોકોને કરવું પડ્યું આ કામ
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો :કોરોનાના હોટસ્પોટ બનેલા રાજકોટમાં 15 દિવસ બાદ રાહત : દર્દીઓની સંખ્યા અને એમ્બ્યુલન્સની કતારોમાં ભારે ઘટાડો
રાજ્યમાં આજે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.
આ પણ વાંચો :ગુજરાતીઓએ કોરોનાને કારણે એપ્રિલ માસમાં પાંચ જજોને ગુમાવ્યા
આ પણ વાંચો :આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માટે સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી ધર્માદા ફંડ વાપરી શકશે

