Dakor/ મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો

ગુજરાતમાં દારૂ મળવો અને દારૂ પીવો એ સામાન્ય બાબત બની ગઈ છે. રોજ કયાંક  ને કયાંક દારૂ મળી જ આવે છે. હવે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં દારૂ મળવો અને દારૂ પીવો એ સામાન્ય બાબત બની ગઈ છે. રોજ કયાંક  ને કયાંક દારૂ મળી જ આવે છે. હવે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે. પુજારી પરિવારનો પુત્ર દમણ ફરવા ગયા બાદ પરત આવતી વખતે રૂ 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ પોતાની સાથે લઈને આવ્યો હતો. અને પોલીસને હાથે ઝડપાઇ ગયો છે.

sharad purnima: શરદ પૂર્ણિમા ક્યારે છે, આ દિવસનું ધાર્મિક અને ઔષધીય મહત્વ જા…

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે લીધી હતી.  વલસાડ જિલ્લા ના પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે દમણથી આવતી કારની તલાશી લેતા તેમાંથી દારૂની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ની ધરપકડ કરી હતી.  પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી પરિવારમાંથી હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ ફરવા માટે ગયો હતો. અને વળતા દારૂ લઈ જતી વખતે ઝડપાઇ ગયો હતો. વધુમાં આરોપી પાર્થ ડાકોરના મંદિરમાં ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

Khedbhrahma: આ મંદિરમાં એક ભક્તે કર્યુ 1.11.11.111 રોકડાનું દાન…

પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કિર્તનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ચલાવે છે. જોકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે. આમ મંદિર પરિવાર નો પુત્ર દારૂ સાથે ઝડપાતા ચકચાર ફેલાઈ હતી.

Gandhinagar: સ્વામિનારાયણ અક્ષરધામ પુનઃ ખુલ્લું મુકાયું…