જોખમ/ દાંતાના ડુંગરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તંત્ર ખડાપગે : વન્યજીવોમાં ડરનો માહોલ

દાંતાના ડુંગરો લગભગ અડધા કિલોમીટર જેટલા વિસ્તારમાં આગ લાગેલી હતે જે રાત સુધીમાં એક કિલો મીટર જેટલા વિસ્તારમાં ફેલાઈ હતી.

Top Stories Gujarat Others
આગ

દાંતાના ડુંગરો રીંછને જોવા માટે જેટલા જાણીતા છે એટલા જ જોખમી પણ છે. કારણકે આ સ્થળે ગરમીનો પારો ખૂબ ઊંચો રહે છે અને તેના કારણે ગમે ત્યારે આગ લાગી જાય છે. આવી જ આગ લાગવાની ઘટના શુક્રવારે બની હતી. જો કે રાહતની વાત એ છે કે દાંતાના ડુંગરો માં આગ ની જાણ થતાં તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. અત્યાર સુધીમાં આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે જો કે સંપૂર્ણ પણે આગને કાબૂ કરવા તંત્ર દ્વારા સતત મથામણ કરવામાં આવી રહી છે.

મળતી વિગત અનુસાર દાંતાના ડુંગરમાં શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની વાત ગ્રામજનોમાં ફેલાઈ હતી. ત્યારે લગભગ અડધા કિલોમીટર જેટલા વિસ્તારમાં આગ લાગેલી હતે જે રાત સુધીમાં એક કિલો મીટર જેટલા વિસ્તારમાં ફેલાઈ હતી. જો કે જંગલ વિસ્તારમાં આગની જાણ થતાં તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી અને આગને કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અડધી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હજી આગને ઠારવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કારણ વધુ પડતી ગરમી અને વાંસના વૃક્ષ હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે આગ લાગ્યા બાદ વધતી જતી આગને કારણે સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા હતા અને વન્યજીવોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વન્યજીવોના રક્ષણ માટે અને જંગલને વધુ નુકસાન થાય નહી તે માટે 22 લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો : પાટીદાર નેતા નરેશ પટેલ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

મંતવ્ય