Dahod News/ દાહોદ: લીમખેડામાં સહકારી મંડળીમાં કરોડોની ઉચાપત

વર્ષ 2024-25 દરમિયાન મંડળીના સભાસદોની થાપણો અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરી રૂ.1.33 કરોડથી વધુની રકમની ઉચાપત (Embezzled)કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

Gujarat Others
દાહોદ (Dahod)જિલ્લાના લીમખેડામાં આવેલી 'ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી'માં કરોડો રૂપિયાની ઉચાપત (Embezzled) નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

Dahod News : દાહોદ (Dahod)જિલ્લાના લીમખેડામાં આવેલી ‘ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી’માં કરોડો રૂપિયાની ઉચાપત (Embezzled)

નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરી રૂ.1.33 કરોડથી વધુની રકમની ઉચાપત (Embezzled)કરવામાં આવી

વર્ષ 2024-25 દરમિયાન મંડળીના સભાસદોની થાપણો અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરી રૂ.1.33 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બે સભાસદો, એક કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર લોકોએ મળીને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. સાથે જ બોગસ બેંક સ્ટેટમેન્ટ ઉભા કરીને સહકારી મંડળીના હિસાબોમાં ગેરરીતિઓ આચરી હતી. આરોપીઓએ સભાસદોની થાપણની રકમનો અંગત ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે મંડળી સાથે સંકળાયેલા ભરતભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ખોટા દસ્તાવેજોથી આચરાયું કૌભાંડ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ઉપરાંત બોગસ બેંક સ્ટેટમેન્ટ રજૂ કરીને મંડળીના હિસાબોમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે લાંબા સમય સુધી ગેરરીતિઓ સામે આવી નહોતી.

સભાસદોની થાપણોનો થયો અંગત ઉપયોગ

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે સભાસદોએ વિશ્વાસપૂર્વક જમા કરાવેલી થાપણની રકમનો કેટલાક આરોપીઓએ અંગત હિત માટે ઉપયોગ કર્યો હતો. જેના કારણે મંડળીને મોટું આર્થિક નુકસાન થયું છે.

પોલીસની તપાસ તેજ

લીમખેડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ નાણાકીય દસ્તાવેજો અને બેંકિંગ વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગીર સોમનાથમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, મૃતકો અને પાકિસ્તાનમાં વસતા લોકોના નામે ઉચાપત

આ પણ વાંચો : કડીમાં વીજ બિલ ઉચાપત કૌભાંડ, 130 ગ્રાહકો પાસેથી ગેરરીતે વસૂલ્યા રૂપિયા

આ પણ વાંચો : દૂધ મંડળી કૌભાંડ, ₹53.53 લાખ ઉચાપત કેસમાં સેક્રેટરી અને ટેસ્ટરની ધરપકડ