સોમવારે રશિયાની એક યુનિવર્સિટીમાં ગોળીબાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રશિયાની તાસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે હુમલાખોરોમાંથી એકે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જે સમાચાર આવી રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 વિદ્યાર્થીઓનાં મોત થયા છે.
Gunman seen opening fire on Russia’s Perm state university campus. Video reportedly filmed by a student. Reports of 5 casualties, not confirmed by authorities yet#Russia #shooting #Viral #Perm #firing pic.twitter.com/pzAnYXREE8
— Earth42morrow (@Earth42morrow) September 20, 2021
આ પણ વાંચો – Political / પંજાબનાં નવા CM તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ
રશિયાની પર્મ યુનિવર્સિટીમાં એક શંકાસ્પદ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકોનાં મોત થયા છે. આ અરાજકતા વચ્ચે, લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદવાનું શરૂ કર્યું હતુ, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા અને ઘણા પોતાને બચાવવાનાં પ્રયાસમાં ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, એક અજાણ્યો માણસ રશિયામાં પર્મ સ્ટેટ યુનિવર્સિટીની ઇમારતોમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભારતીય સમયાનુસાર આ ઘટના બપોરે એક વાગ્યાની આસપાસ બની હતી.
The Perm shooter has reportedly been neutralized, it's said the weapon was lethal. The university has stated that 4 people are wounded: Russia's RT
— ANI (@ANI) September 20, 2021
સુરક્ષા દળોએ ઘણી મુશ્કેલી બાદ તેની ધરપકડ કરી હતી. એજન્સીનાં જણાવ્યા અનુસાર, શૂટર્સની ગોળીઓનાં કારણે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે. યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અરુણ વિશ્વકર્માએ એક હિન્દી ચેનલને જણાવ્યું હતું કે, ગોળીબાર યુનિવર્સિટીની બહાર થયો હતો. હુમલાખોર યુનિવર્સિટીમાં પ્રવેશી શક્યો ન હતો. જોકે, ગોળીબારની ઘટનાથી કેમ્પસનાં વિદ્યાર્થીઓમાં ગભરાહટ ફેલાયો હતો. આ પછી, તેઓએ બારીઓમાંથી બહાર આવીને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
Terrifying! Students jump from windows to escape gunman at Russia’s Perm State University campus. Reports of students and teachers locking themselves in classrooms, state media says#Russia #shooting #viral #firing #Perm #university #Viral pic.twitter.com/9sYtyCT2Uf
— Earth42morrow (@Earth42morrow) September 20, 2021
આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ
પર્મ ક્ષેત્રનાં આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વિશે આવતા વિવિધ આંકડાઓ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ છે. પર્મ સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ સર્વિસ અનુસાર, અજાણ્યા ગુનેગારે બિન-ઘાતક બંદૂકનો ઉપયોગ કર્યો હતો. યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા, અને યુનિવર્સિટીએ કેમ્પસ છોડવાની સ્થિતિમાં રહેલા લોકોને આમ કરવા વિનંતી કરી હતી. રશિયાનાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંદૂકધારીને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઘટના બાદ તપાસ સમિતિએ હત્યાની તપાસ શરૂ કરી છે. સરકારી સંચાલિત તાસ ન્યૂઝ એજન્સીએ એક અનામ કાનૂની સ્રોતને ટાંકીને કહ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ એક બિલ્ડિંગની બારીઓમાંથી કૂદી પડ્યા હતા. પ્રાદેશિક આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને ગોળી વાગતા ઈજા થઈ હતી અને ઈમારતમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
