ભારત અને બ્રિટન વચ્ચે કોરોનાવાયરસના નવા સ્ટ્રેનના કારણે ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. જ્યારે હવે 8 જાન્યુઆરીથી ફરીથી વિમાન સેવા કાર્યરત કરવામાં આવશે. મંત્રી હરદિપસિંહ પુરી હરદિપસિંહે આ બાબતની જાણકારી સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી.

USA / નવા વર્ષમાં ભારતીયોને ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા પ્રતિબંધની …
આ અંગે કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી બંને દેશો વચ્ચે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અને હૈદ્રાબાદ માટે માત્ર 15 ફ્લાઇટ પ્રતિ સપ્તાહ ઉડાન ભરશે. પૂરીના કહેવા અનુસાર બ્રિટનમાં કોરોનાવાયરસ નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારત અને યુરોપિય દેશ વચ્ચે વિમાન સેવા રદ કરવામાં આવી હતી. 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લેટ સ્થગિત કરવામાં આવી હતી અને હવે આ સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે.

Rajkot / રાજકોટના ઉમદા વ્યક્તિત્વ અભયભાઈ ભારદ્વાજની માસિક પુણ્યતિથિએ …
થોડા સમયથી બ્રિટન અને ભારત વચ્ચેની હવાઈ સેવા બંધ થવાના કારણે મુસાફરો અટકી પડયા હતા અને ઘણી બધી કામગીરી ખોરંભે પડી ગઈ હતી. આથી હવે 8 જાન્યુઆરી ફ્લાઇટ ફરીથી કાર્યરત થશે ત્યાં સુધી સેવા બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કોરોના નવા કોરોનાના સ્ટ્રેનથી સંક્રમિત 29 લોકો સામે આવી ચૂક્યા છે અને તે તમામ બ્રિટનથી પરત ફરેલા છે.
dry run / દેશભરમાં આજે કોરોના વેક્સિનેશન ડ્રાયરન, કયા રાજ્યમાં કેવી છે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
