સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરની ફિલ્મ પુષ્પા – ધ રાઇઝ રીલિઝ થઈ ગયા બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ ફિલ્મનાં ડાયલોગ્સ અને ગીતો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
આ પણ વાંચો – પ્રભાવશાળી ક્રિકેટર / પાકિસ્તાનનો આ વિકેટ-કીપર બેટ્સમેન બન્યો ICC Men’s Player of the Year
પુષ્પા ફિલ્મનું ગીત ‘શ્રીવલ્લી’ સામાન્ય લોકો દ્વારા તો પસંદ કરવામાં આવી જ રહ્યું છે, સાથે સાથે ક્રિકેટ ખેલાડીઓએ પણ આ ગીતને પસંદ કર્યું છે અને તેના પર કરવામાં આવેલા હૂક સ્ટેપ પણ ક્રિકેટરોને પસંદ આવ્યું છે. ટીમ ઈન્ડિયાનાં પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ આ ગીત પર હૂક સ્ટેપ કર્યું અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. આ વીડિયોમાં સુરેશ રૈના તેના પરિવારનાં બે સભ્યો સાથે ‘શ્રીવલ્લી’ ગીતનાં હૂક સ્ટેપ પરફોર્મ કરતા જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતા સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું પોતાને આ ગીત કરતા રોકી શક્યો નહીં. અલ્લુ અર્જુન ભાઈ તમે પુષ્પા ફિલ્મમાં શું અદ્ભુત કામ કર્યું છે. હું તમને ઘણી સફળતા મળે તેની કામના કરુ છું.’ અલ્લુ અર્જુને પણ સુરેશ રૈનાનો આ વીડિયો જોયો અને કોમેન્ટ કરતા લખ્યું ‘ગ્રેટ’. આ સાથે અન્ય ઘણા ખેલાડીઓએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે, જેમાં કબડ્ડીનાં રાહુલ ચૌધરી અને ટીમ ઈન્ડિયા તરફથી રમતા જયદેવ ઉનડકટનું નામ સામેલ છે.
https://www.instagram.com/reel/CZCoUjXoPjQ/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Syed Modi International Tournament / પીવી સિંધુએ ફાઇનલમાં માલવિકા બંસોડને હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો
તાજેતરમાં, ડેવિડ વોર્નરે પુષ્પા ફિલ્મનાં ટ્રેન્ડિંગ ગીત પર હૂક સ્ટેપનો એક વીડિયો અપલોડ કર્યો છે, જેને દર્શકોએ વખાણ્યો છે. ડેવિડ વોર્નરે ‘શ્રીવલ્લી’ ગીતનાં હૂક સ્ટેપને કોપી કરીને ડાન્સ કર્યો છે. ડેવિડ વોર્નરે વીડિયો અપલોડ કરીને લખ્યું, ‘પુષ્પા થઇ ગયુ, આગળ શું કરવું?’ તેના હૂક સ્ટેપ પર ટિપ્પણી કરતા, પુષ્પા ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુને પણ તેની પ્રશંસા કરી છે.
