અત્યારે ભાજપ કોંગ્રેસ કે ગમે તે પક્ષ હોય ચૂંટણી ટાણે ધર્મના નામે ખેલ ખેલવાનો ધંધો અવશ્ય શરૂ કરી દે છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તે હોય સૌ એક યા બીજા બહાના શોધી મંદિરોની મુલાકાત લેતા થઈ ગયા છે. અયોધ્યામાં ચાલતા ભવ્ય રામ મંદિરના નિર્માણનો લાભ તો જેમને લાગુ પડશે તે તો ઉઠાવવા ના જ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તાર કાશીમાં પ્રોજેક્ટોની વર્ષા થઈ રહી છે.હવે યોગી સરકારે ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ધર્મ અત્યારે રાજકારણીઓ માટે બીજું બધું તો ઠીક પણ મતબેન્ક માટેનું માધ્યમ બની રહ્યો છે.ધર્મના નામે બધાય પક્ષ પોત પોતાના પક્ષની અને પોતાની હાલત મજબૂત બનાવવા પ્રયાસ કરે છે. આ એક વાસ્તવિકતા છે. કોઈ પક્ષ આમાંથી બાકાત નથી.બધા પોત પોતાના નામે ખેલ ખેલતા રહે છે. બધા રાજકીય નેતાઓને રામની વાત કરવી છે પણ તેમના આદર્શો કે રાજધર્મનું પાલન કરવું નથી.ભગવાન ભોળાનાથની વાત કરવી છે.પણ ભગવાન ભોળાનાથનું ભોળપણ કોઈ નેતામાં છે ખરૂ ? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ચીંધેલા કર્મયોગનું પાલન કરવાનું કોઈને સૂઝતું નથી.આ ત્રણેય દેવતાઓના આદર્શ અનોખા છે.
અત્યારે સૌથી વધુ વાત રામ અને રામરાજ્યની ખૂબ થાય છે.મોટા નાના બધાય આગેવાનો આવી વાતો કરે છે.પરંતુ રામના આદર્શ અને તેમના રાજધર્મની વાત આજના રાજકારણીઓને માત્ર વાતો કરવા પૂરતી યાદ રહે છે.

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી જ્યારે ૨૦૦૨ના રમખાણો બાદ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રાજધર્મ બજાવવા સલાહ આપી હતી.જો કે આ એટલે કે અટલજીએ ચીંધેલો રાજધર્મ પણ તે વખતે તો ઠીક પણ આજે પણ પાળવામાં આવેછે ખરો ? આ સૌથી મોટો સવાલ છે.અત્યારે અટલજીના સુશાસન ની વાત ખૂબ થશે પરંતુ તેમના સુશાસન ની વાતો ખૂબ થાય છે. પરંતુ આ કેવા પ્રકારનું સુશાસન અત્યારે ચાલે છે તે તો સમય જ કહેશે.
આજના રાજકારણીઓ રામ અટલજી અને તેમના રાજધર્મની વાત કરે છે પરંતુ તેમના પાલનની વાત આવે છે ત્યારે સૌ પાણીમાં બેસી જાય છે.તે પણ હકીકત છે. જ્યારે દેશ અટલજીની યાદમાં સુશાસન પર્વ ઉજવી રહયો છે.એ બહાને અટલજીને આજના રાજકારણીઓ યાદ તો કરેજ છે.પરંતુ ખરી વાત એ છે કે તેઓ અટલજીએ જે પગલાં ભરેલા તેમાંના એક ટકા પગલાં પણ ભરવા તૈયાર નથી તે હકીકત છે.

અટલજીનું સુશાસન સારૂ હતું તે સૌ કહે છે.પરંતુ તેમના સુશાસનના માર્ગે ચાલવાની નિષ્ઠા દેખાડાય છે ખરી ? અટલજીએ જે રીતે ગઠબંધનના ઘટકોને સાચવવાની સાથે લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા,યોગ્ય લાગે તે પગલાંનો અમલ પણ કર્યો હતો.અત્યારે લોકોની કેટલી વાતો સાંભળી તેનો કેટલો અમલ થાય છે તે વાત કોઈ કહી શકશે ખરૂં ?
અટલજીના માર્ગે અમે ચાલી રહયાં હોવાની વાતો બહુ થાય છે.પરંતુ ૧૯૯૯થી ૨૦૦૪ વચ્ચે લેવાયેલા પગલાંની તુલના કરશો તો જણાશે કે ૨૦૧૪ થી ૨૦૨૧ વચ્ચે લેવાયેલા પગલાં કેટલા ઢીલા છે?!! જેટલા પ્રમાણમાં સુશાસનની વાતો થાય છે તેવું સુશાસન હાલ છે ખરૂ ? તેનો જવાબ તો લોકો જ આપી શકે.
એક નિષ્ણાતના કહેવા પ્રમાણે સાચા અર્થમાં થતો સુશાસનનો અમલ એ એક પ્રકારનું રામ રાજ્ય જ છે.પરંતુ સાચા અર્થમાં સુશાસન ત્યારે જ કહેવાય જેનો છેવાડે રહેતા લોકો સુધી તેનો લાભ પહોંચતો હોય.છેવાડે રહેતા લોકોની કોઈ ફરિયાદ પણ ન હોય અને તેમની નાનામાં નાની વાત પણ સંભળાતી હોય અને તેનો નિકાલ પણ થતો હોય.મોટા રોડ કે અદ્યતન સવલતો એ સુશાસન નથી.નાનામાં નાનો માનવી પોતાનું જીવન જીવી શકે તે જ સુશાસન કહેવાય.
IT Raid / અમદાવાદ DGGIના કાનપુરમાં દરોડા, વેપારીના ઘરેથી મળ્યા 150 કરોડ, નોટો ગણવા માટે 8 મશીનનો ઉપયોગ
પૌરાણિક કથા / રાવણે દેવી સીતાને મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં કેમ રાખ્યા? આ હતું કારણ
Life Management / ખેડૂતે છોકરાને નોકરી પર રાખ્યો, છોકરાએ કહ્યું “જ્યારે જોરદાર પવન ફૂંકાશે, ત્યારે હું સૂઈશ”…તેનો અર્થ શું હતો?
Life Management / જ્યારે શેઠે પ્રશ્ન પૂછ્યો ત્યારે સંતે કહ્યું, “હું તમને જવાબ આપવા નથી આવ્યો”
હવામાન વિભાગ / ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
