આઝાદીનું જશ્ન/ ભારતની જશ્ન-એ-આઝાદીની ઉજવણીએ Google એ એક ખાસ Doodle શેર કર્યુ

સમગ્ર ભારત આજે જશ્ન-એ-આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, જોકે આ વખતે કોવિડ રોગચાળાને કારણે કોઇ પણ જગ્યાએ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા નથી.

Top Stories Trending

સમગ્ર ભારત આજે જશ્ન-એ-આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, જોકે આ વખતે કોવિડ રોગચાળાને કારણે કોઇ પણ જગ્યાએ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા નથી. આઝાદીનો આ તહેવાર ઘણા લોકોનાં બલિદાન પછી આવ્યો છે. જો આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ તો તેની પાછળ લાખો લોકોએ બલિદાન આપ્યું છે, તેથી દરેક ભારતીયને આઝાદીનાં આ દિવસનું મહત્વ સમજવું જોઈએ. આ ખાસ તહેવાર પર ગૂગલે પણ ખાસ ડૂડલ દ્વારા દેશને આઝાદી માટે અભિનંદન પાઠવ્યા છે.

આ Doodle માં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની ખાસ ઝલક જોવા મળે છે. આ Doodle કોલકાતા સ્થિત કલાકાર સયાન મુખર્જીએ ડિઝાઇન કર્યું છે. નવા Doodle માં ભારતનાં વિવિધ નૃત્ય સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે, જે એકદમ આકર્ષક અને સુંદર દેખાય છે. આપને જણાવી દઇએ કે, ભારત સિવાય, દક્ષિણ કોરિયા, બહેરીન, લિક્ટેન્સ્ટાઇન અને કોંગો જેવા દેશો છે જ્યાં આજે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો અર્થ છે કે આ દેશોને પણ 15 ઓગસ્ટનાં રોજ આઝાદી મળી હતી.

આ પણ વાંચો – આઝાદીનું જશ્ન / Live: ‘સબકા સાથ, સબકા વિકાસ’ નાં નારા સાથે આપણે આગળ વધવુ પડશે-PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, આપ સૌને 75 માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના લાવે. જય હિન્દ!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહે પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે 75 માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આ મહાન તહેવાર પર, હું મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું બલિદાન આપ્યું અને દેશની સુરક્ષા માટે સમર્પિત તમામ બહાદુર સૈનિકોને નમન અને વંદન કરું છું. તમારું બલિદાન અને સમર્પણ અમને હંમેશા રાષ્ટ્રની સેવા માટે પ્રેરિત કરશે. જય હિન્દ!

આ પણ વાંચો – આઝાદીનું જશ્ન / 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું છે કે, આજે દેશ આઝાદીનાં #AmritMahotsav નાં રંગમાં સંપૂર્ણ આનંદથી રંગાયેલો છે. આપણે 75 થી 100 વર્ષની આગળની સફરમાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં આપણું યોગદાન સુનિશ્ચિત કરીવાની પ્રતિજ્ઞા લઇએ. જય હિન્દ.