Mumbai News : મુંબઈની પવઈ પોલીસે ગુરુવારે એક 60 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી, જે કથિત રીતે સેક્સ રેકેટ ચલાવતો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 4 મહિલાઓની પણ ધરપકડ કરી, જેઓ વ્યવસાયે મોડેલ છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની માહિતી મળી હતી.
નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવ્યું
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક પુરુષ હોટલમાં મહિલાઓને લાવે છે. આ પછી પોલીસે નકલી ગ્રાહક બનીને આરોપી શ્યામ સુંદર અરોરાનો સંપર્ક કર્યો. આરોપી 4 મહિલાઓ સાથે હોટલ પહોંચતાની સાથે જ પોલીસે તેને રંગે હાથ પકડી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, મુક્ત કરાયેલી મહિલાઓની ઉંમર 26 થી 35 વર્ષની વચ્ચે છે. બધાને મહિલા આશ્રય ગૃહમાં મોકલી દેવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન 8 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી હતી.
રેકેટમાં વધુ એક આરોપી સંડોવાયેલો
પૂછપરછ દરમિયાન અરોરાએ જણાવ્યું કે ચારકોપ વિસ્તારનો બીજો એક વ્યક્તિ પણ આ રેકેટમાં સામેલ છે. પોલીસ તેને શોધી રહી છે. પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર સોનાવણેએ જણાવ્યું હતું કે, “ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની ગુનાહિત પૃષ્ઠભૂમિની પણ તપાસ કરવામાં આવી રહી છે.” અરોરા પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 143(2) અને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956 (ITPA) ની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડથી યુવતીઓને બોલાવવામાં આવતી હતી, એક યુવતી સહિત 7ની ધરપકડ
આ પણ વાંચો: પ્રજવલ રેવન્નાના સેક્સ રેકેટનો પર્દાફાશ કરનાર ભાજપ નેતાની વધી મુશ્કેલી, દેવરાજે ગૌડાની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: પોલીસે મુંબઈની લોજમાં ચાલતા સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, ચાર લોકોની કરી ધરપકડ, માલિકની કરી રહી છે શોધ