threat/ ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરને મળી ધમકી, ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી

ફિલમ અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી, ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી

Gujarat Others Trending

ગુજરાતી ફિલ્મોના અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી રહી છે. ફેસબુક ઉપર પોસ્ટ કરી તેને આ અંગે માહિતી આપી છે. વર્ષ  2018માં મલ્હારે આપેલા એક ઈન્ટરવ્યુંને લઇ તેને આ ધમકી મળી રહી હોવાનું જણાવ્યું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી વાતચીતમાં મલ્હારની  જીભ લપસી હતી હતી. જેને લઈને ધમકીઓ મળી રહી છે. મલ્હારે લોકોને વિનંતી કરી કે ઇન્ટરવ્યૂની કમેન્ટને બીજા અર્થમાં ન લો. હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે, અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં એક ઈન્ટરવ્યું દરમિયાન મલ્હારને અમદાવાદના નામકરણ  સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો હતો. અને તેણે આ અંગે જણાવ્યું હતું કે, તે અમદાવાદ નામ થી ખુશ છે. તેને અમદાવાદ બહાર રહેતા મિત્રો અમદાવાદી ના નામે જ ઓળખાય છે.

જો કે આ અંગે ઘણા લોકોનું માનવું છે કે મલ્હાર આ બધું પબ્લીસીટી માટે કરી રહ્યા છે. આજના ફાસ્ટ યુગમાં લોકોને સવારમાં કરેલી પોસ્ટ વાંચવાનો સમય નથી રહેતો ત્યારે મલ્હારના બે વર્ષ જુના ઈન્ટરવ્યું ને લઇ હવે કોણ તેમને ટ્રોલ કરવાનું હતું.