દુર્ઘટના/ હળવદમાં વોકળામાં પાણી ભરાઈ જતાં પસાર થતી કાર તણાઇ

ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જવાના રોડ પર આવતા વોકળામાં વધુ પાણી આવવાને કારણે એક કાર તણાઈ હતી

Top Stories Gujarat Others
  • મોરબી:હળવદમાં વોકળામા કાર તણાઇ
  • નવા ઇશનપુર ગામે બની હતી ઘટના
  • કારમા સવાર ત્રણ લોકોને બચાવી લેવાયા
  • વધુ વરસાદને કારણે પાણી આવી જતા કાર તણાઇ
  • ચોટીલાથી આવેલા લોકોની કાર તણાઇ
  • ગામમા દર્દીને લેવા આવેલ 108 પણ પાણીમા ફસાઇ

છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ગુજરાતમાં ફરી એકવાર બેટિંગ ચાલુ કરી છે. ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ મોરબીમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણીમાં એક કાર તણાઇ હતી. જો કે કારમાં બેસેલા ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જવાના રોડ પર આવતા વોકળામાં વધુ પાણી આવવાને કારણે એક કાર તણાઈ હતી જોકે સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિ બચાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ આજ ગામમાં દર્દી લેવા આવેલ 108 પણ વોકળામાં આવેલા પાણીમાં ફસાઈ ગઈ હતી.

હળવદમાં ગતરોજ મોડી સાંજે પડેલા વરસાદના કારણે નદી નાળાઓમાં પાણી ઝલકાઈ રહ્યા હતા. તેવામાં રાત્રે 10:00 વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા શામજીભાઈ ભીખાભાઈ દલવાડી ના ઘેર ચોટીલાથી મહેમાન આવ્યા હતા. અને તેઓ પરત ફરી રહ્યા હતા. પરંતુ વરસાદ ચાલુ હોય અને ભારે પાણી ભરાયેલા હોવાથી શામજીભાઈએ આ મહેમાનને તેઓની કારમાં જ બેસી વોકળો પાર કરાવવા ગયા હતા. દરમિયાન વોકળા માં ભરાયેલા પાણીમાં કાર તણાવા લાગી હતી. ગામની નજીકના જ વોકળા માં કાર તણાતા ગાંજનોએ ત્રણે ને બચાવી લીધા હતા. અને મોટી દુર્ઘટના ટાળી હતી.

pitrupaksh / ભટકતી આત્માઓને આ કુંડથી મળે છે મોક્ષ!