ગુજરાત સહીત અંક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. તારીખ 17મી ઓગસ્ટના બુધવારના દિવસે રાજ્યના ૭ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે તારીખ ૧૬મીના રોજ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજા રાઉન્ડના વરસાદમાં પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદના પગલે કાવેરી નદી તેમજ પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે. તો ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીના કિનારે આવેલું તડકેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. તો સાથે ચીખલી ખાતે કાવેરી નદી ઉપર આવેલો લો લેવલ બ્રીજ પણ પાણીમાં ગરકાવ થવાની તૈયારી કરી રહ્યો છે. હાલમાં પણ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેર તેમજ ચીખલી-વાંસદા તેમજ ખેરગામ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ મન મુકીને વરસી રહ્યોછે.
વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેતીને ભરપૂર ફાયદો જણાઈ રહ્યો છે આવતા ૩૬ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.
24 કલાકમાં જિલ્લામાં નોંધાયેલ વરસાદ
ઉમરગામ 1.5 ઇંચ
કપરાડા 3.4 ઇંચ
ધરમપુર 3.6 ઇંચ
પારડી 2.5 ઇંચ
વલસાડ 1.8 ઈંચ અને વાપીમાં 2.5 ઇંચ વરસાદ
સુરત
સુરત જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મોટા બોરસરા ગામે નદી ઉપર આવેલો હાઈ બેરલ બ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો કીમ નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઇ છે. વાલિયા માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઇ નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. તો નદી કિનારાના ગામો ને પણ સાવચેત કરાયા છે.
બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને 10 કિલો મીટરનો ફરીને આવ-જા કરવી પડી રહીછે. તો સાથે સુરતના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ માંડવીના આમલી ડેમમાં પાણીની આવક વધી છે પાણીની આવક વધતાં આમલી ડેમ ના છ દરવાજા ખોલાયા છે તો નીચાણવાળા વિસ્તારોના ૨૦ જેટલાં ગામોને હાઇ એલર્ટ કરાયા છે હાલમાં આમલી ડેમનું લેવલ 114.80 મીટર છે. આમલી ડેમમાંથી 4688 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 85. 56 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા આઠ વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલા સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે રાજ્યના 41 તાલુકામાં ૪૦થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો કચ્છમાં 137 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૯૫ ટકા વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના ૭૬ ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ૧૭ ટકા વરસાદ જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાત માં 73 ટકા વરસાદ નોંધાયો છે.
વિશ્લેષણ/ શ્રીલંકા ચીનનું હિતેચ્છુ બની રહ્યું છે, જયારે ભારત સતત મિત્રતાના ધર્મનું પાલન કરી રહ્યું છે
