Not Set/ અમદાવાદ/ સેન્ટ્રલ જેલના કેદી બાદ તેના  સંપર્કમાં આવેલા પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. અમદાવાદ શહેરીવીસ્તર બાદ હવે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. અમદાવાદમાં વય્પેલો કોરોના વાઈરસ જેલની દીવાલો પણ કુદી ગયો હતો. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ કોરોના વાઇરસની ચપેમાં આવી ચુક્યા છે. ત્યારે હવે કેદીઓ મારફતે આ રોગ તેમની સાથે રહેલા પોલીસ જવાનોમાં પણ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. અમદાવાદ શહેરીવીસ્તર બાદ હવે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. અમદાવાદમાં વય્પેલો કોરોના વાઈરસ જેલની દીવાલો પણ કુદી ગયો હતો. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ કોરોના વાઇરસની ચપેમાં આવી ચુક્યા છે. ત્યારે હવે કેદીઓ મારફતે આ રોગ તેમની સાથે રહેલા પોલીસ જવાનોમાં પણ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ કાપીને પરત ફરેલા કેદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેદીના સંપર્કમાં આવેલા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ કેદીના સંપર્કમાં રહેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે. જેલ પરિસરમાં હાલ સુરક્ષાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે જેથી કરીને કોરોના વધુ ફેલાય નહીં અને અન્ય કેદીઓ આ રોગની ઝપટમાં આવે નહીં. જેલમાં પણ સૅનેટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.