Hijab Row/ હિજાબ ન પહેરવાથી બળાત્કાર થાય છે : કોંગ્રેસના નેતા જમીર અહેમદ

તેમણે કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તેનું કારણ મહિલાઓ અને યુવતીઓને પડદામાં ન રાખવાનું છે :જમીર અહેમદ

Top Stories India
hijab-row-congress-leader-zameer-ahmed-said-that-women-get-raped-when-they-dont-wear-hijab, pp

કર્ણાટક કોંગ્રેસના નેતા જમીર અહેમદે હિજાબ વિવાદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે રવિવારે કહ્યું કે ઇસ્લામમાં હિજાબનો અર્થ ‘પડદો’ થાય છે અને જ્યારે મહિલાઓ હિજાબ નથી પહેરતી ત્યારે તેમની સાથે બળાત્કાર થાય છે. તેણે કહ્યું કે જ્યારે છોકરીઓ મોટી થાય ત્યારે તેણે પોતાની સુંદરતાને હિજાબથી ઢાંકવી જોઈએ. હિજાબ પહેરવું ફરજિયાત નથી પરંતુ તે વર્ષોથી ટ્રેન્ડમાં છે. તેઓ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના નિવેદન પર ટિપ્પણી કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે હિજાબની પ્રથાનો કુરાનમાં ક્યાંય ઉલ્લેખ નથી.

જમીર અહેમદે કહ્યું કે હિજાબનો અર્થ છે પડદો. છોકરીઓ અને મહિલાઓને હિજાબમાં રાખવામાં આવે છે, જેથી તેમની સુંદરતા દેખાઈ ન શકે. મહિલાઓ અને છોકરીઓની સુંદરતા છુપાવવા માટે તેમને હિજાબ પહેરાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તેનું કારણ મહિલાઓ અને યુવતીઓને પડદામાં ન રાખવાનું છે. મહિલાઓને હિજાબમાં રાખવાની પ્રથા ઘણી જૂની છે. તે ફરજિયાત પણ નથી. તમારે જે પહેરવું હોય તે પહેરો, તમારે જે પહેરવું નથી તે ન પહેરો. તે આજથી નહીં પણ વર્ષોથી છે.

વિદેશ જવાની ઘેલછા / ગાંધીનગર પોલીસની મોટી કાર્યવાહી, બંધક બનાવેલા 15 લોકોને છોડાવ્યા, વિદેશ મોકલવાની લાલચે બન્યા હતા છેતરપીંડીનો ભોગ

world radio day / PM મોદીએ આપ્યાં અભિનંદન, કહ્યું- રેડિયોના કારણે ‘મન કી બાત’ને મળી સકારાત્મક ઓળખ

World / United Nationsના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ કર્યું અપહરણ

મહીસાગર / લૂંટેરી દુલ્હન…!, યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર છે અને ઘડિયા લગ્ન લેવા છે

Ayurveda / કેન્યાના પૂર્વ PMએ કેરળમાં તેમની પુત્રીની સારવાર કરાવ્યા બાદ લીધો મોટો નિર્ણય