તહેવાર/ હોળી પહેલા-પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખશો !

હોળી એટલે રંગબેરંગી રંગોનો તહેવાર. પણ આ રંગબેરંગી કલર આજકાલ કેમિકલયુક્ત હોવાના લીધે તે તમારી ત્વચા અને વાળને નુકશાન કરે છે.

Fashion & Beauty Lifestyle

હોળી એટલે રંગબેરંગી રંગોનો તહેવાર. પણ આ રંગબેરંગી કલર આજકાલ કેમિકલયુક્ત હોવાના લીધે તે તમારી ત્વચા અને વાળને નુકશાન કરે છે. ઉપરાંત આ કલર તમારી ત્વચાને ફિક્કી કરી દે છે. ઘણા લોકો આ ડરના લીધે હોળી રમવાનું ટાળે છે. પંરતુ હમણાથી બજારમાં ઈકોફ્રેન્ડલી કલર મળવા લાગ્યા છે જેનાથી ત્વચા અને વાળને નુકશાન થતું નથી.હોળીના રંગો વચ્ચે ત્વચા અને વાળને સુરક્ષિત રાખવા માટે તમને કેટલીક ટીપ્સ જણાવી દઈએ….

હોળી રમવા જાઓ તે પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો 

ત્વચાની કાળજી

  • હોળી રમવા જાઓ તે પહેલા શરીર પર સારી કંપનીનું ટોનર લગાવી સાફ કરી દો.
  • આખા શરીર પર તેલ ઉપરાંત સારી કંપનીનું ક્રીમ લગાવી દો.
  • જો તમારી ત્વચાને તેલ માફક આવતું હોય તો ચહેરા પર સરસવ અથવા તો તલનું તેલ લગાવી દો. જેનાથી કેમિકલયુક્ત કલરની તમારી ત્વચા પર કોઈ અસર નહિ થાય.
  • જો ઓઈલ તમને માફક ન આવતું હોય તો સારી કંપનીનું સનસ્ક્રીન કે મોશ્ચરાઈઝર તમે વાપરી શકો છો.

વાળની કાળજી

  • હોળીના કલરની સૌથી વધારે અસર વાળ ઉપર થાય છે. કેમિકલના લીધે વાળમાં બરછટપણું આવી જાય છે. આથી હોળી રમ્યા પહેલા વ્યવસ્થિત રીતે વાળમાં તેલનું મસાજ કરવું જોઈએ.
  • લાંબા વાળ હોય તો તેને ખુલ્લા રાખવાના બદલે અંબોળો કે બન વાળી દેવો જોઈએ. અને નાના વાલ હોય તો તેને પોની વાળી દેવી જોઈએ જેથી વાળ ખરાબ ન થાય.

હોળી રમ્યા પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો 

ત્વચાની કાળજી

  • હોળી રમ્યા બાદ સારી રીતે નહિ લેવું જોઈએ. નાહવા જતા પહેલા ક્રીમ કે તેલ લાગવું જોઈએ કે જેથી આસાનીથી કલર નીકળી જાય.
  • ચણાનો લોટ, ગ્લીસરીન અને લીંબુનો રસ આ ત્રણેયની પેસ્ટ બનાવી ચહેરા પર સારી રીતે લગાવી દો. સુકાઈ ગયા બાદ રૂના પૂમડા પર ઓલીવ ઓઈલ લઈને તેને સાફ કરી દો જેનાથી ચહેરા પરના કલર દૂર થશે.

વાળની કાળજી

  • વાળમાં શેમ્પુ કર્યા પહેલા તેને હુફાળા પાણીથી ધોઈ લો.
  • ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વાળને ૨ થી ૩ વાર ધોઈ લો.
  • શેમ્પુ કર્યા બાદ કંડીશનર કરવાનું ભૂલતા નહિ.
  • શેમ્પુ કર્યા બાદ પણ જો વાળ જો હજુ શુષ્ક જણાય તો દહીનું માસ્ક થોડી વાર વાળમાં રાખી વાળ ધોઈ દો.
  • હેર માસ્ક ત્રણ ચાર અઠવાડિયા સુધી લગાવવાથી તમારા વાળમાં પહેલા જેવી ચમક આવી જશે.

આ પણ વાંચો :જો તમારે પાતળા થવું હોય તો આ 5 મસાલાને ડાયટનો ભાગ બનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

આ પણ વાંચો : ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે કયા ખોરાકને ટાળવો જોઈએ, અહીં જાણો

આ પણ વાંચો :મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી..

આ પણ વાંચો :નાની ઉંમરે તમને પણ થાય છે આ સમસ્યાઓ તો ડોક્ટરની સલાહ લેવી છે અનિવાર્ય