Recipe/ ઝટપટ બની જતું લીંબુનું ખાટું-મીઠું અથાણું, નોંધી લો તેને બનાવવાની Tips

5-7 દિવસ સુધી અથાણાંને દિવસમાં એક બે વાર હલાવતા રેહવું

Food Lifestyle

લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની સામગ્રી:

250 ગ્રામ- પાતળી છાલનાલીંબુ
100 ગ્રામ- આચાર મસાલા
250 ગ્રામ- ગોળ
મીઠું- સ્વાદનુસાર
પાણી- જરૂર મુજબ

લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની રીત:
– સો પ્રથમ લીંબુને બરાબર ધોઈ અને કોરા કરી લેવા. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી બીયા કાઢી અને કુકરમાં જરૂર પૂરતું પાણી (બહુ જ ઓછું જોઈશે) ઉમેરી 3 સિટી કરી લેવી.

– લીંબુ બફાય ગયા બાદ તેને ચારણી માં લઈ 10 મિનિટ સુધી પાણી નીતરવા દેવું.

– હવે એક બાઉલમાં બાફેલા લીંબુ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ તેમાં આચાર મસાલો તેમજ ગોળ ઉમેરી બરાબર ફરીથી મિક્સ કરી લેવું. તમે આચાર મસાલો ઘરે બનાવેલો પણ ઉપયોગમાં લઈ શકો છો.

– 5-7 દિવસ સુધી અથાણાંને દિવસમાં એક બે વાર હલાવતા રેહવું. જેથી ગોળ તેમાં બરાબર મિક્સ થઈ જાય. તો ત્યાર છે લીંબુનું ખાટું મીઠું અથાણું. જેને ખીચડી, ભાખરી, થેપલા કે પરોઠો.. જેની પણ સાથે પસંદ આવે તેમ લઈ શકાય છે.

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે