પૂર્વ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ઇયાન ચેપલ પણ ભારતનાં તાજેતરનાં કેપ્ટન અજિંક્ય રહાણેનાં કેપ્ટન બન્યા છે. મેલબોર્ન ટેસ્ટમાં પ્રદર્શન અને કેપ્ટનશિપનાં કારણે વિશ્વભરનાં દિગ્ગજો પર પ્રભાવ પાડનારા અજિંક્ય રહાણેનાં ચાહકોની સંખ્યા સતત વધી રહી છે અને હવે તેની પ્રશંસા ઇયાન ચેપલ દ્વારા થવી ઘણુ ખરુ કહી જાય છે. કેપ્ટન અજિંક્ય રહાણેને ‘જન્મજાત નેતા’ ગણાવતાં ઈયાન ચેપલે મેલબોર્ન ટેસ્ટમાં ભારતની જીતનો શ્રેય તેની ‘કુશળ સાહસ’ કેપ્ટનશિપ ઉપરાંત બેટ સાથેનાં તેમના ઉપયોગી યોગદાનને આપ્યો હતો. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ હારી ગયેલી ભારતીય ટીમે રહાણેની આગેવાની હેઠળ મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચમાં આઠ વિકેટથી જીત મેળવી શાનદાર વાપસી કરી હતી.
ચેપલે એક વેબસાઇટ માટે લખેલી કોલમમાં ઉલ્લેખ કર્યો છે કે, ‘આશ્ચર્યજનક વાત નથી કે અજિંક્ય રહાણેએ એમસીજી (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) માં ભારત તરફથી શાનદાર આગેવાની કરી હતી. જેણે પણ તેમને 2017 માં ધર્મશાળામાં તેની કેપ્ટન કરતા જોયો હશે તે ઓળખી ગયુ હશે કે તેમનો જન્મ ક્રિકેટ ટીમોનું નેતૃત્વ કરવા માટે થયો છે. ધર્મશાળામાં 2017 માં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં ભારતને ચોથા ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીત મેળવીને ચાર મેચોની સીરીઝ 2-1 થી જીતી હતી. ભારતે ત્યારે પણ લક્ષ્યનો પીછો કર્યો હતો અને રહાણે 38 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ચેપલે લખ્યું, ‘એમસીજીમાં રમાયેલી મેચ અને 2017 ની મેચ વચ્ચે ઘણી સમાનતાઓ છે. પ્રથમ આ તે જ સ્પર્ધાત્મક ટીમો વચ્ચે રમવામાં આવેલી મેચ હતી, બીજુ પ્રથમ ઇનિંગ્સમાં નીચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજાએ ઉપયોગી યોગદાન આપ્યું હતું અને ત્રીજું, રહાણેએ ઓછા લક્ષ્ય સામે દબાણમાં આક્રમક બેટિંગ કરીને જરૂરી રન લીધા જોડ્યા હતા. તેમણે કહ્યું, ‘રહાણેએ જ્યારે ધર્મશાળામાં મારું ધ્યાન ખેંચ્યું ત્યારે તેણે પહેલી ટેસ્ટ મેચ રમતા ડાબા હાથનાં સ્પિનર કુલદીપ યાદવને બોલ આપ્યો હતો, જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે સદીની ભાગીદારી નોંધાવી હતી. મને લાગે છે કે તે એક સાહસિક પગલુ હતુ અને તે ખૂબ સારું રહ્યું. યાદવે જલ્દી જ વોર્નરની વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ પડી ભાગી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
