Not Set/ લોકસભામાં કોંગ્રેસ નહી બદલે નેતા, અધિર રંજન પદ પર બન્યા રહેશે

સંસદનાં મોનસૂન સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફારો થવાની અટકળો ચાલી રહી હતી. જો કે, આ અટકળોને ત્યારે વિરામ મળ્યો જ્યારે…

Top Stories India

સંસદનાં મોનસૂન સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફારો થવાની અટકળો ચાલી રહી હતી. જો કે, આ અટકળોને ત્યારે વિરામ મળ્યો જ્યારે કોંગ્રેસનાં સૂત્રોનાં હવાલાથી એક જાણકારી સામે આવી. કોંગ્રેસનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં લોકસભામાં પાર્ટીનાં નેતાનાં પદમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજકારણ / રાહુલ ગાંધીએ આજે બેક ટૂ બેક ટ્વીટ કરી મોદી સરકારની ઝાટકણી કાઢી

એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ મોનસૂન સત્ર શરૂ થાય તે પહેલા લોકસભામાંથી વિપક્ષી નેતા પદે હાજર રહેલા અધિર રંજન ચૌધરીને દૂર કરી શકે છે. આ સમાચાર બહાર આવ્યા બાદ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મનીષ તિવારી અને શશી થરૂરનાં નામ ચર્ચામાં આવ્યા. એવું કહેવાતું હતું કે, આધીર રંજન ચૌધરીની જગ્યાએ આમાંથી એક નેતાને જવાબદારી મળી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કોંગ્રેસનાં સૂત્રોનાં હવાલાથી જણાવ્યું છે કે, હાલમાં લોકસભામાં કોંગ્રેસનાં નેતાનાં પદમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રેસમાં રાહુલ ગાંધીનું નામ મોખરે હતું. જો કે, તે આ જવાબદારી માટે તૈયાર નહોતા.

હિમાચલ પ્રદેશ / કરેરી લેકમાંથી મળ્યો સુફી ગાયક મનમીત સિંહનો મૃતદેહ, ધર્મશાળાથી થયા હતા ગુમ

અધિર રંજન ચૌધરીને લોકસભામાં કોંગ્રેસનાં નેતા તરીકે બે વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. અધિર રંજન ચૌધરી સંસદીય રાજકારણમાં ઘણા અનુભવી હોઈ શકે છે, પરંતુ ગૃહમાં પાર્ટીનાં નેતા તરીકે પોતાનો રાજકીય પ્રભાવ છોડી શક્યા નથી. કોંગ્રેસ લોકસભાની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. આવી સ્થિતિમાં તેની પાસેથી અપેક્ષાઓ પણ ઘણી વધારે હોય છે, પણ અધિર રંજન તેમા યોગ્ય સાબિત થયા નથી. માનવામાં આવી રહ્યું છે કે, આને કારણે હવે પાર્ટી ગૃહમાં આ હોદ્દાને અસરકારક નેતાને સોંપવા માંગે છે જેથી વિરોધી પક્ષ હોવાનો સંદેશ પણ મોકલી શકાય. જો કે હવે આ વાતને વિરામ મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે, મોનસૂન સત્ર પહેલા એવી અટકળો થઇ હતી કે, કોંગ્રેસ પાર્ટી લોકસભામાં પાર્ટીનાં નેતા પદ પરથી દૂર કરી દેવામાં આવશે. પરંતુ આ વાતને હવે વિરામ મળી ગયો છે. કોંગ્રેસનાં સૂત્રો મારફતે આ સમગ્ર અટકળો પર વિરામ લાગ્યો છે. હવે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીનાં નેતા તરીકે અધિર રંજન ચૌધરી જોવા મળશે.