Not Set/ કરતારપુર સાહિબ આવતા મહિનાથી જ ખુલશે, જાણો શું છે ગાઈડલાઇન્સ

કરતારપુર ગુરુદ્વારા ખોલવાનો નિર્ણય નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (NCOC) દ્વારા શનિવારે લેવામાં આવ્યો હતો કારણ કે 22 સપ્ટેમ્બર શીખ…

Top Stories World
કરતારપુર

કોવિડ -19 ની ચોથી લહેરનો સામનો કરવાના પ્રયાસો વચ્ચે, પાકિસ્તાને શીખ યાત્રાળુઓને આવતા મહિનાથી ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર ની મુલાકાત લેવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આજે બીજો હુમલો, આ ઘટનાથી ચીનની ચિંતા વધતી જોવા મળી

કરતારપુર ગુરુદ્વારા ખોલવાનો નિર્ણય નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (NCOC) દ્વારા શનિવારે લેવામાં આવ્યો હતો કારણ કે 22 સપ્ટેમ્બર શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવની પુણ્યતિથિ છે.

કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારના લીધે ભારતને ૨૨ મે થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સી- શ્રેણીમાં રાખવામાં આવ્યું હતું. ભારતથી પાકિસ્તન જનારા લોકોને ખાસ મંજૂરીની જરૂર પડતી હતી. જો કે હવે કોરોના કેસ ઘટતાં ઉપરોક્ત જોગવાઇના અમલમાં નરમાશ દાખવાઇ રહી છે.

આ પણ વાંચો :અહેવાલ / તાલિબાનોએ કબજો કર્યા બાદ અફઘાનિસ્તાન ભૂખમરા અને બિમારીના ઝપેટમાં

કરતારપુર જવા માગતા શ્રધ્ધાળુઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાના પ્રમાણપત્રો તેમજ છેલ્લા 72 કલાકમાં કરાવાયેલી આરટીપીસીઆર તપાસનો અહેવાલ સત્તાવાળાઓને સુપરત કરવા પડશે.

વળી હવાઇમથકોએ એમના રેપિડ એન્ટિજેન તપાસ પણ કરાવાશે. સંક્રમણ જણાશે તો યાત્રીને પાકિસ્તાન જવા દેવાશે નહિ. આ પ્રસંગે કરતારપુર જવા માટે મહત્તમ 300 યાત્રીઓને પરવાનગી અપાશે.

આ પણ વાંચો :અમેરિકાએ કહ્યું કે તાલિબાનો સાથે હાથ મિલાવવાનો પાકિસ્તાનનો એક જ હેતુ ભારત સાથે મુકાબલો

કરતારપુર  દરબાર સાહિબમાં વધુમાં વધુ 300 લોકોને એકઠા થવાની મંજૂરી છે. નેશનલ હેલ્થ સર્વિસીઝ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ચેપના 3,842 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કુલ કેસ વધીને 11,23,812 થઈ ગયા છે.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે દરરોજ બે ફલાઇટ કાબુલ મોકલવામાં આવશે

આ પણ વાંચો :તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે