Surat News/ સુરતમાં સાઇબર ક્રાઇમે આરટીઓના નામે રૂપિયા પડાવતી ગેંગનો સાગરિત ઝડપ્યો

સુરતમાં સાઇબર ક્રાઇમમાં નવી મોડસ ઓપરેન્ડી પોલીસે પકડી છે. તેમા સાઇબર ગઠિયાએ RTOના નામે ચલણ મોકલીને લોકો સાથે છેતરપિંડી આચરે છે.

Top Stories Gujarat Surat Breaking News
Cyber Crimeનો પર્દાફાશ, સુરત પોલીસે પકડ્યો ગઠિયો

Surat News: સુરત સાઇબર ક્રાઇમે (Cyber Crime) રૂપિયા પડાવતી ગેંગના સાગરિતને ઝડપીને એક નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) એટલે કે આરટીઓના નામે નકલી (Fake) ઇ-ચલણ (E-chalan)ની લિંક મોકલીને રૂપિયા પડાવતી હતી. સુરત સાઇબર ક્રાઇમે ગેંગના સાગરિત બોદુ પલેજાને જૂનાગઢથી ઝડપીને આ લોકોને છેતરતી મોટી ગેંગના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

સાઇબર ક્રાઇમ (Cyber Crime)ની સફળ કામગીરી

આરોપીઓ વોટ્સએપ (Whatsapp) પર ઇ-ચલણની એપીકે (APK) ફાઇલ મોકલતા હતા. તેઓ ફાઇલ મોકલીને પછી મોબાઇલ હેક કરીને ઓનલાઇન નાણા (Online theft) ની ચોરી કરતા હતા. આરોપી જૂનાગઢમાં નોકરી કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. પોલીસે લોકોને સાવધ રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે અજાણ્યા નંબર પરથી આવતી ફાઇલ ડાઉનલોડ કરવામાં ન આવે. પોલીસે લોકોને સત્તાવાર વેબસાઇટ પરથી જ ચલણ ચેક કરવા અપીલ કરી છે.

સાઇબર ગઠિયાઓ સક્રિય

આ ઘટના બતાવે છે કે લોકોને છેતરવા માટે સાઇબર ગઠિયાઓ (Cyber Fraudsters) કેવા-કેવા પ્રકારના કીમિયા અજમાવે છે. લોકોએ સાવધ રહેવું જરૂરી છે. જો લોકો સાવધ નહીં રહે તો તેમના બેન્ક ખાતા ક્યારે ખાલી થઈ જશે તેની તેમને ખબર પણ નહીં પડે. સાઇબર ગઠિયા (Cyber Fraudsters) નવા યુગનો નવો પડકાર છે. તેમનો શિકાર મોટાભાગે ટેકનોલોજીની પૂરતી જાણકારી ન ધરાવતા અને અસાવધ લોકો છે. આ સિવાય લોભિયાઓ પણ તેની જાળમાં ફસાય છે.

સાવધાનીમાં સમજદારી

પોલીસનું કહેવું છે કે રાજ્યમાં સાઇબર ગઠિયાઓ (Cyber Fraudsters)ની અનેક ગેંગ પણ હોઈ શકે છે. આ તો તેઓએ એક ગેંગ પકડી છે. આ સિવાય બહારના રાજ્યના સાઇબર ગઠિયા પણ હોઈ શકે છે. વર્તમાન યુગનું સૌથી મોટી દૂષણ હોય તો તે સાઇબર ગઠિયા છે. સ્ટે કનેક્ટેડનો સિદ્ધાંત સામાન્ય લોકોએ જ નહીં સાઇબર ગઠિયાઓએ પણ બરોબર અપનાવી લીધો છે.


આ પણ વાંચો: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય-સ્તરીય સાઇબર અવેરનેસ કાર્યક્રમ સુરત ખાતે સંપન્ન…

આ પણ વાંચો: સુરત…રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો: 14 રાજ્યોની પોલીસ જેની પાછળ હતી, તે માસ્ટરમાઇન્ડ આબીદ અલી સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં!